હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા આજરોજ જલારામ મંદિરે સમસ્ત હિન્દુ સમાજ સેવા સમિતી સલાયાના ઉપક્રમે જલારામ મંદિર સલાયા મુકામે ધ્વજા આરોહણ નો પ્રોગ્રામ રાખેલ હતો. આ પ્રોગ્રામમાં સલાયા ના સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો, વડીલો તેમજ જ્ઞાતિ પ્રમુખ હાજર રહ્યા હતા. આ તકે સલાયા હિન્દુ સમાજ સેવા સમિતિ ના પ્રમુખ ભરતભાઇ લાલ, ઉપપ્રમુખ બ્રીજરાજસિંહ જાડેજા, લોહાણા મહાજનના સેક્રેટરી વૃજલાલ રાઘવજી બથિયા, રાજપૂત સમાજ પ્રમુખ ભગીરથસિંહ દ્વારા સલાયા શહેર ભાજપના મહામંત્રી લાલજીભાઈ ભૂવા ના પિતા દિલીપભાઈ કેશવજીભાઇ તન્ના નું સન્માન કર્યું હતું. આ તકે સલાયા હિન્દુ સમાજના તમામ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.…
Read MoreMonth: January 2022
ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારમાં શિક્ષણના વ્યાપ વિસ્તરણની સાથે સર્વાંગીન વિકાસની અનેકવિધ યોજનાઓ અમલી છે:જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી
હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, નર્મદા જિલ્લા પંચાયતની વિવિધ સમિતીના અધ્યક્ષ શ્રીમતી શાંતાબેન વસાવા, સોમાભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઇ વસાવા, જિલ્લાના અગ્રણી રણજીતભાઇ ટેલર, માતૃ કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ ગોટી, ભારત સેવાશ્રમ સંઘ-સુરતના પ્રમુખ પ.પૂ સ્વામી અમરીશાનંદજી મહારાજ અને…
Read Moreથરાદ- ડીસા હાઈવે ગેસ ગોડાઉન પાસે પડેલ જોખમી ખાડાનું સમારકામ કરવા ઉઠી માંગ
હિન્દ ન્યુઝ, થરાદ સરકાર ભલે વિકાસની મોટી મોટી વાતો કરી રહી હોય પરંતુ થરાદ પંથકના કેટલાક જોખમી ખાડાઓ સરકારના વિકાસની પોલ ખોલી નાખે છે, ત્યારે થરાદ- ડીસા હાઈવે પર આવેલ ગેશગોડાઉન પાસે પડેલ જોખમી ખાડાથી વાહનચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બાબતે જાગૃત નાગરિક અમિચંદભાઈ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ હાઈવે પર છેલ્લા એક મહિનાથી ખાડો જોખમી બની ગયો હોઈ અકસ્માતની દહેશત સેવાઈ રહીછે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે તંત્ર ખાડાનું સમારકામ કરાય તેવી માંગ કરી હતી. ત્યારે તંત્ર જોખમી ખાડાનું સમારકામ કરે છે કે પછી કોઈ…
Read Moreભાવનગરમાં વડીલો માટે કાર્યરત ‘માવતર સંસ્થા’ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘માવતર ઓલમ્પિક-૨૦૨૨’ નો શુભારંભ કરાવતાં ગૃહરાજ્યમંત્રી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં વડીલો માટે કાર્યરત ‘માવતર સંસ્થા’ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘માવતર ઓલમ્પિક-૨૦૨૨’ નો શુભારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે સવારે કરાવ્યો હતો. વર્ષ- ૨૦૨૨ના પ્રારંભના શુભારંભે જેની આંખોમાં ઝાંખપ આવી ગઈ છે, હાથમાં કૌવત ઘટ્યું છે, પરંતુ હૃદયમાં જોમ અને ઉમળકો ઉત્સાહ છે તેને ટકાવી રાખતા ૮૦ અને ૯૦ વર્ષના વૃદ્ધો માટે વિવિધ ૧૧ રમતોનું આયોજન યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે તેની શરૂઆત કરાવતાં તેમણે કહ્યું કે, જે રીતે યુવાનો માટે વિવિધ પ્રકારના રમત-ગમત સંકુલો રાજ્યમાં છે તેવા રમત-ગમત સંકુલો આ વયોવૃદ્ધ…
Read Moreગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કરતાં રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં ગાર્ડ ઓફ ઓનર સાથે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને મહાનુભાવો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધારેલાં ગૃહ રાજ્યમંત્રીનું સ્વાગત કરવાં માટે એરપોર્ટ ખાતે પૂર્વ મંત્રી ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, એસ.પી. જયપાલસિંહ રાઠૌર, એ.એસ.પી. સફિન હસન, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવ પંડ્યા સહિતનાં પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરો…
Read Moreજસદણમાં મહા રક્તદાન કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, જસદણ અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ જસદણની સેવાકીય પ્રવૃતિઓના આઠમાં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે જસદણમાં રક્તદાન કેમ્પ – 2022 નું મહા આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય 7 દીકરીઓ દ્વારા કરીને આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં ખુબ જ બહોળી સંખ્યામાં રક્તદાન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને જસદણ જેવા નાના સેન્ટરમાં વિક્રમજનક 251 બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું.તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ,પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવી હતી. આ તકે આ રક્તદાન કેમ્પના તમામ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે…
Read Moreબાલાસિનોરમાં ગેરકાયદેસર લાકડા ભરેલા ટ્રેકટરોનું પોલીસ પાયલોટિંગનો વિડિઓ વાઇરલ
હિન્દ ન્યુઝ, મહીસાગર રાત્રી અને દિવસ દરમિયાન 100 ગાડીઓ ભરી ને ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવી રહી છે. અધિકારીઓ ખનીજ ખાતું અને ફોરેસ્ટ ખાતાની નિગરાની હેઠળ ચાલી રહયો છે ગેરકાયદેસર ધંધો અનેક રજૂઆતો બાદ પણ અધિકારીઓ ના પેટ નું પાણી હલતું નથી ગત રાત્રી ના લાકડા ભરી ને જતા ટેક્ટરો ની પોલીસ દ્વારા પાયલોટિંગ કરતાં હોવાનું આવ્યું સામે બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે પોલીસને લાકડાની ગાડી ની પાયલોટિંગ કરતા રંગેહાથ ઝડપી પોલીસ ગેરકાયદેસર અને ખનીજ માફીઓએ પાયલોટિંગનો પૂરું પાડ્યાનો આક્ષેપ બાલાસિનોર પંથકમાં સફેદ પથ્થર સહિત લાકડાન ચોરી કરતા માફિયાઓ બેફામ…
Read Moreઆગામી તા.૧૦મી જાન્યુઆરીએ રાજ્યની ૯૭ સબ રજિસ્ટ્રાર ક્ચેરીઓ બંધ રહેશે
હિન્દ ન્યુઝ, મહેસૂલ વિભાગ અંતર્ગત કાર્યરત રાજ્યની ૯૭ સબ રજિસ્ટ્રાર ક્ચેરીઓ આગામી તા.૧૦મી જાન્યુઆરીએ બંધ રહેશે. જેથી આ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કરવામાં આવતી દસ્તાવેજ અંગેની રજિસ્ટ્રેશનની કામગીરી સંપૂર્ણ બંધ રહેશે. જેની નોંધ લેવા દસ્તાવેજની કામગીરી સાથે સંકળાયેલા વકીલઓ, બોન્ડ રાઇટરઓ (દસ્તાવેજ લેખક) અને રાજ્યની જાહેર જનતાને નોંધ લેવા નોંધણી સર નિરિક્ષક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર નોંધણી પ્રભાગમાં જિલ્લાની વિવિધ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ફરજ બજાવતા સીધી ભરતીથી નિમણૂક પામેલ સબ રજિસ્ટ્રાર વર્ગ-3 તથા કારકુન વર્ગ-૩ સંવર્ગના કર્મચારીઓ માટે આગામી તા.૮,૯,૧૦ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન સબ રજિસ્ટ્રારની ખાતાકીય પરીક્ષાનું આયોજન…
Read Moreજાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, ડભોઈ આજરોજ તારીખ.૨/૧/૨૦૨૨ ના રોજ જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એમ.ઇ.એસ.સ્કૂલ, યાકુતપુરા, વડોદરા ખાતે કરવામાં આવ્યુ અને જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટમાં નવા સભ્યો તરીકે શ્રીમતી અમીનાબેન (નવાબ), અસફાકભાઈ શેખ, ઈમ્તિયાઝભાઈ શેખ, અતૂલ સોલંકી, ઉશેદ દૂધવાલા, અકરમ પઠાણ ને સભ્યપદ આપવામા આવ્યા હતા. તમામ સભ્યો ને ટ્રસ્ટ ના પ્રમુખ અને સેક્રેટરી જાબીરહુશેન, ખલીલ શેખ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી. રિપોર્ટ : જબીઉલ્લા શેખ, ડભોઈ
Read Moreપ્રોફેશનલ પ્રેસ યુનિટિ વડગામ દ્વારા પાલનપુર માં મિટિંગ નુ આયોજન
હિન્દ ન્યુઝ, આજરોજ ૨/૧/૨૦૨૨ ના દિવસે પ્રોફેશનલ પ્રેસ યુનિટિ દ્વારા પાલનપુર ના રિધ્ધિ-સિધ્ધિ પાર્ટી પ્લોટ માં મિટિંગ કરવામા આવી હતી અને યુનિટિ ના પ્રમુખ સિવાય તમામ હોદેદારો ની નવી નિમણૂક કરવામમાં આવી હતી. અે સીવાય યુનિટિ ના દરેક સભ્યો માટે લાભ દાયક નિર્ણયો લેવા માં આવ્યા હતા અને બીજા નિમણૂક કરેલા હોદ્દાદારો ને ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને પ્રમુખ દશરથ સિંહ સોલંકી (બાપુ) દ્વારા રાખેલ સમુહ ભોજન નો આનંદ માણવામાં આવ્યો. રિપોર્ટર : મહેશ્વર સાધુ, પાલનપુર
Read More