થરાદ- ડીસા હાઈવે ગેસ ગોડાઉન પાસે પડેલ જોખમી ખાડાનું સમારકામ કરવા ઉઠી માંગ

હિન્દ ન્યુઝ, થરાદ

સરકાર ભલે વિકાસની મોટી મોટી વાતો કરી રહી હોય પરંતુ થરાદ પંથકના કેટલાક જોખમી ખાડાઓ સરકારના વિકાસની પોલ ખોલી નાખે છે, ત્યારે થરાદ- ડીસા હાઈવે પર આવેલ ગેશગોડાઉન પાસે પડેલ જોખમી ખાડાથી વાહનચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બાબતે જાગૃત નાગરિક અમિચંદભાઈ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ હાઈવે પર છેલ્લા એક મહિનાથી ખાડો જોખમી બની ગયો હોઈ અકસ્માતની દહેશત સેવાઈ રહીછે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે તંત્ર ખાડાનું સમારકામ કરાય તેવી માંગ કરી હતી. ત્યારે તંત્ર જોખમી ખાડાનું સમારકામ કરે છે કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની રાહ જોઈ રહ્યું છે એતો આવનારો સમય જ બતાવશે.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment