જસદણમાં મહા રક્તદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ જસદણની સેવાકીય પ્રવૃતિઓના આઠમાં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે જસદણમાં રક્તદાન કેમ્પ – 2022 નું મહા આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય 7 દીકરીઓ દ્વારા કરીને આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં ખુબ જ બહોળી સંખ્યામાં રક્તદાન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને જસદણ જેવા નાના સેન્ટરમાં વિક્રમજનક 251 બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું.તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ,પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવી હતી. આ તકે આ રક્તદાન કેમ્પના તમામ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment