નવાગામ ની પ્રાથમિક શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટેલીવીઝન પર એસ.એમ.સી.ની માહિતી મેળવી

હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં નવાગામ ની પ્રાથમિક શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટેલીવીઝન પર એસ.એમ.સી.ની શું ભૂમિકાઓ હોય, કેવાં કાર્યા કરવાનાં હોય તેની વિસ્તૃત માહિતી મેળવી. જેમાં એસ.એમ.એસી.સભ્યો એ હાજરી આપી હતી. આ કાર્યક્રમ માં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, વોર્ડ સભ્ય, એસ.એમ.સી.સભ્યો , શાળા ના આચાર્ય, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા. જેમાં આગામી આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી ની ચર્ચા, ઓનલાઇન શિક્ષણ બાળકો વધુ માં વધુ પ્રાપ્ત કરે એ માટે ચર્ચા કરવામાં આવી તે ઉપરાંત શાળા ના આચાર્ય તથા શિક્ષકોને જરુરી સુચનાઓ આપી. રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર

Read More

રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે.

હિન્દ ન્યુઝ, ભાવનગર  હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી  રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.  હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે  મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા,…

Read More

જિલ્લા કલેકટર દ્વારા ગૌચરમાં દબાણકર્તા ઉપર લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ કરવાનો આદેશ લાખણી તાલુકાની કોટડા ગ્રામ પંચાયતના સભ્ય પુત્રે ગૌચરમાં પાકી દુકાનો બનાવી દીધી જિલ્લા કલેકટરના આદેશના પગલે સરકારી જમીનોમાં દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો

હિન્દ ન્યુઝ, લાખણી બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત લાખણી તાલુકાના ગામડાઓ પણ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. પરંતુ ગામ વસ્યું અને લૂંટારાવાળી વાતને અનુસરી અમુક માથાભારે લોકો ગામના ગૌચર, સરકારી જમીનો ઉપર બથામણિયો કબ્જો કરી રહ્યા છે. ત્યારે લાખણી તાલુકાના કોટડા ગામે વોર્ડ સભ્યના પુત્ર દ્વારા દબાણ કરાતા બ.કાં કલેકટરે દબાણકર્તા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કરતા દબાણદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી દૂધ મંડળીના નામે કરોડોના ભ્રષ્ટાચારની ભાગબટાઈમાં કોટડા ગ્રામ પંચાયતના તત્કાલીન સત્તાધીશો વિવાદાસ્પદ બનેલ. ત્યારે ગામના જાગૃત નાગરિક દીનેશજી દ્વારા (વોર્ડ નં. ૬ ના સભ્ય) દ્વારા…

Read More

મહીસાગર જિલ્લા ના ખાનપુર પંથક માં વહેલી સવારે ધુમ્મસ છવાતા વાહન ચાલકો ને હાલાકી

હિન્દ ન્યુઝ, મહીસાગર  ધુમ્મસ ક્યારેક એટલું ઘટ હોય છે કે દસ ફૂટ ના અંતર ની વસ્તુ પણ જોવામાં મુશ્કેલી પડે છે. વાદળ ની વચ્ચે ઉભા હોય એવું લાગે છે. ધુમ્મસ ના કારણે વાહન વ્યવહાર માં ભારે વિટંબણા સર્જાય છે ખુલ્લી હવામાં સતત પાણી નું બાષ્પીભવન થતું હોય છે. પાણી ના રેણુ ઓ વરાળ બનીને હવા માં ભળતા હોય છે. જેનું પ્રમાણ ઉષ્ણતામાન અને હવામાં રહેલા ભેજ પર આધાર રાખે છે. રાત્રી દરમિયાન ઉષ્ણતામાન નીચું જવાના કારણે આ પ્રક્રીયા મંદ પડે છે અને હવામાં પાણી ના ફોરા એકત્રિત થાય છે. જે…

Read More

ભાવનગર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ‘એજ્યુકેશન ઇનોવેશન ફેર’માં જિલ્લાના શિક્ષકો દ્વારા કરાયેલાં અવનવાં પ્રયોગો નિદર્શિત કરાયાં

હિન્દ ન્યુઝ, ભાવનગર G. C. E. R. T ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેર આજે ભાવનગર ખાતે આવેલ સિદસર ખાતે યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલે આ ‘એજ્યુકેશન ઇનોવેશન ફેર’ને ખુલ્લો મુકતાં જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્ર એ સતત બદલાતુ ક્ષેત્ર છે. વર્ષોવર્ષ તેમાં સુધારા લાવવાં જરૂરી છે. બદલાતા વર્તમાન પ્રવાહો સાથે તેમાં પણ નાવીન્યતા લાવવી જરૂરી છે. તેમાં નવીનતા લાવવાથી બાળકોની રસ-રુચિ શિક્ષણ પ્રત્યે વધારી શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ ઇનોવેશન ફેરમાં પ્રાથમિકના ૩૭ માધ્યમિકના ૨ શિક્ષકો મળીને…

Read More

ભરૂચ જિલ્લા કક્ષાના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે ……

હિન્દ ન્યુઝ, ભરૂચ આગામી તા.૨૬મી જાન્યુઆરી, ૨૦૨૨ના ૭૩ માં પ્રજાસતાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર હોઇ નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે બેઠક મળી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલે ૭૩ માં પ્રજાસત્તાક પર્વના રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી વર્તમાન કોવિડની પરિસ્થિતિને અનુલક્ષીને કરવામાં આવનાર હોઇ તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. ૭૩ માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સવારના ૯-૦૦ કલાકે રાજયના અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.…

Read More

ભરૂચ ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની મળેલી બેઠક

હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક કલેકટર કચેરી ભરૂચના વીસી રૂમમાં મળી હતી. બેઠકમાં કલેકટરએ તકેદારી આયોગ તરફથી મળતી અરજીઓનો નિકાલ કરવા અંગેની વિગતવાર માહિતી જાણી. તેમણે હકારાત્મક અભિગમ દાખવી સિસ્ટમમાં રહી પારદર્શક રીતે કાર્યવાહી કરવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.

Read More

ભરૂચ ખાતે ડી.એલ.એેફ.સી ( ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમિટિ ) ની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને મળી

હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ડી.એલ.એેફ.સી (ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમીટિ) ની બેઠક મળી હતી. બેઠકમાં સીંગલ વિન્ડો ક્લીયરન્સ અંતર્ગત જિલ્લાની વિવિધ કચેરીઓની ઓનલાઇન IFP પર રોકાણકારો/ઉદ્યોગકારોના રોકાણ સબંધિત વિવિધ કચેરીઓમાં પડતર સમય મર્યાદા બહારની અરજીઓની સમીક્ષા કરાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રી ધ્વારા IFP પોર્ટલમાં સમયમર્યાદા બહારની અરજીઓનો સત્વરે નિકાલ કરવાની સાથે જે તે કચેરીની પડતર અરજીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયું હતું. બેઠકમાં જિલ્લા ઉદ્યોગકેન્દ્રના જનરલ મેનેજર દવેએ ડીસ્ટ્રીક્ટ લેવલ ફેસીલીટેશન કમિટીની બેઠકની એજન્ડા મુજબની કામગીરીની રૂપરેખા આપી સબંધિત કચેરી આધારભૂત…

Read More

સાંસદ સી.આર.પાટીલે નવી સિવિલ ખાતે ૧૧૦૦ કિલો ગોળ અને ૧૧૦૦ કિલો ખજૂર મોકલાવી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓની કાળજી લીધી

સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગની મહિલાઓને પૌષ્ટિક આહારથી જરૂરી પોષણ મળી રહે તેવો શુભાશય          સુરત સાંસદ સી.આર.પાટીલે નવી સિવિલ ખાતે ૧૧૦૦ કિલો ગોળ અને ૧૧૦૦ કિલો ખજૂર મોકલાવી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓની કાળજી લીધી છે. સાંસદએ નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગની બહેનોને પૌષ્ટિક આહારના સેવન દ્વારા જરૂરી પોષણ મળી રહે તેવા શુભાશયથી કુલ ૨૨૦૦ કિલો ગોળ અને ખજૂરનો જથ્થો નવી સિવિલ હોસ્પિટલ તંત્રને અર્પણ કર્યો હતો, જેને સ્ત્રી રોગ વિભાગમાં દાખલ મહિલાઓના લાભાર્થે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ અને ગાયનેકોલોજિસ્ટ શ્રીમતી સંધ્યાબેન છાસટીયાના હસ્તે વિવિધ…

Read More

સુરતના ૬ નર્સિંગ વિદ્યાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન , એઈમ્સની NORCET પરીક્ષામાં સુરત સિવિલના સરકારી નર્સિંગ કોલેજના છ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

હિન્દ ન્યુઝ, સુરત             તા.૨૦ નવેમ્બર,૨૦૨૧ના રોજ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની એઈમ્સની NORCET(નર્સિંગ ઓફિસર્સ રિક્રુટમેન્ટ કોમન એલિજીબિલીટી ટેસ્ટ)માં સુરતની નવી સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજના છ વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થયા છે. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના વરદ્દ હસ્તે નવી સિવિલની નર્સિંગ કોલેજ ખાતે તમામ સફળ ઉમેદવારોનું બહુમાન કરવામાં આવ્યું હતું. AIIMS-(All India Institute of Medical Sciences)માં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓએ પોતાની સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા એકસૂરે કહ્યું કે “કોવિડના કપરા કાળમાં જે રીતે નવી સિવિલમાં સેવા આપી હતી, એ જ રીતે એઈમ્સમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવીશું. લોકોની સેવા…

Read More