મહીસાગર જિલ્લા ના ખાનપુર પંથક માં વહેલી સવારે ધુમ્મસ છવાતા વાહન ચાલકો ને હાલાકી

હિન્દ ન્યુઝ, મહીસાગર 

ધુમ્મસ ક્યારેક એટલું ઘટ હોય છે કે દસ ફૂટ ના અંતર ની વસ્તુ પણ જોવામાં મુશ્કેલી પડે છે. વાદળ ની વચ્ચે ઉભા હોય એવું લાગે છે. ધુમ્મસ ના કારણે વાહન વ્યવહાર માં ભારે વિટંબણા સર્જાય છે ખુલ્લી હવામાં સતત પાણી નું બાષ્પીભવન થતું હોય છે. પાણી ના રેણુ ઓ વરાળ બનીને હવા માં ભળતા હોય છે. જેનું પ્રમાણ ઉષ્ણતામાન અને હવામાં રહેલા ભેજ પર આધાર રાખે છે. રાત્રી દરમિયાન ઉષ્ણતામાન નીચું જવાના કારણે આ પ્રક્રીયા મંદ પડે છે અને હવામાં પાણી ના ફોરા એકત્રિત થાય છે. જે સવારે ધુમ્મસ ને ઘુઘડુ બનાવે છે આને ધુમ્મસ કહેવાય છે. સુર્યોદય થયા પછી તાપમાન વધે ત્યારે વાતાવરણ માં રહેલું પાણી બાષ્પીભવન થઇ ઉડી જાય છે અને વાતાવરણ ફરીથી સ્વચ્છ રહે છે.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર

Related posts

Leave a Comment