જિલ્લા કલેકટર દ્વારા ગૌચરમાં દબાણકર્તા ઉપર લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ કરવાનો આદેશ લાખણી તાલુકાની કોટડા ગ્રામ પંચાયતના સભ્ય પુત્રે ગૌચરમાં પાકી દુકાનો બનાવી દીધી જિલ્લા કલેકટરના આદેશના પગલે સરકારી જમીનોમાં દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો

હિન્દ ન્યુઝ, લાખણી

બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત લાખણી તાલુકાના ગામડાઓ પણ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. પરંતુ ગામ વસ્યું અને લૂંટારાવાળી વાતને અનુસરી અમુક માથાભારે લોકો ગામના ગૌચર, સરકારી જમીનો ઉપર બથામણિયો કબ્જો કરી રહ્યા છે. ત્યારે લાખણી તાલુકાના કોટડા ગામે વોર્ડ સભ્યના પુત્ર દ્વારા દબાણ કરાતા બ.કાં કલેકટરે દબાણકર્તા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કરતા દબાણદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી દૂધ મંડળીના નામે કરોડોના ભ્રષ્ટાચારની ભાગબટાઈમાં કોટડા ગ્રામ પંચાયતના તત્કાલીન સત્તાધીશો વિવાદાસ્પદ બનેલ. ત્યારે ગામના જાગૃત નાગરિક દીનેશજી દ્વારા (વોર્ડ નં. ૬ ના સભ્ય) દ્વારા ગૌચરની જમીનમાં પાકી દુકાનો બનાવી દબાણ કરાઈ રહ્યું હોવાની અરજી કરાતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાયેલ. તપાસ અધિકારી અને નાયબ કલેકટર દિયોદરના અહેવાલને સવાલવાળી જમીનનું પંચનામું નિવેદન નિગાહે લઈ અપેક્ષિતોએ ગ્રામ પંચાયતના સર્વે નં.૬ માં બિનઅધિકૃત પાકી દુકાનો બનાવી દબાણ કરેલ હતું. જેથી દબાણકર્તા સામે જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ (લેન્ડ ગ્રેબિંગ એકટ) હેઠળ પંચાયતના તલાટીને પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો આદેશ કરેલ. સરકારના સરાહનીય લેન્ડ ગ્રેબિગ કાયદાનુસાર કરાયેલ જિલ્લા કલેકટરના આદેશથી દબાણદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment