અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની નોંધણી માટે ભાવનગર ખાતે કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની નોંધણી સંદર્ભે ભાવનગરના જિલ્લા સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ‘ઈ-શ્રમ’ માં નોંધણી અને તેના દ્વારા થતા ફાયદા અંગે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઇશ્વરીયા ગામે જન સુવિધા કેન્દ્રના સંકલન સાથે ડિજિટલ ગામ અન્વયે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની નોંધણી સંદર્ભે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અને ‘ઈ-શ્રમ’ અનુસંધાને જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જન સુવિધા કેન્દ્રના રાજ્ય વડા જયેશભાઈ ભાનુશાળી, વિશાલભાઈ નાગર તથા પંકજભાઈ પટેલ દ્વારા આ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત તજજ્ઞો દ્વારા ‘ઈ-શ્રમ…

Read More

ખેડૂત લાભાર્થીઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને બમણી આવક મેળવવાની સાથે ડ્રીપ ઈરીગેશન થકી ઓછી મહેનતે વધુ આવક મેળવી શકાય છે : અધ્યક્ષ નરેશભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, રાજપીપલા અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની ગુજરાત વિધાનસભાની સમિતિના અધ્યક્ષ નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિમાં સમાવિષ્ટ ધારાસભ્ય અભેસિંહ તડવી, સુનીલભાઈ ગામિત, વિજયભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરી સહિતના સભ્યોએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે કેવડિયા કોલોની ખાતે આવેલા સરદાર સરોવર રિસોર્ટના સભાખંડ ખાતે વાવડી સીએનજી સ્ટેશનની મુલાકાત સંદર્ભે યોજાયેલી બેઠકમાં સીએનજી સ્ટેશન અંગે ગુજરાત ગેસ લિમિટેડના એચ. આર. મેનેજર ભરત સિંહ ચાવડા તેમજ નીતિનભાઈ મહેતાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થકી જાણકારી આપી હતી. ઉક્ત બેઠકમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ સીએનજી સ્ટેશન નર્મદા જિલ્લામાં કરવામાં આવ્યુ…

Read More

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજ્યંતિની ઉજવણી પ્રસંગે “કસુંબીનો રંગ” જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે ભાવનગર જીલ્લામાં “કસુંબીનો રંગ” જિલ્લા કક્ષાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગર દ્વારા આયોજિત રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજ્યંતિની ઉજવણી અંતર્ગત “કસુંબીનો રંગ” જિલ્લા કક્ષાએ ભવ્ય ઉજવણી કાર્યક્રમ તા.૨૮/૦૮/૨૦૨૧ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હૉલ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાવનગરના ખ્યાતનામ કલાકારો જેમાં રાજેશ્રીબેન પરમાર, શ્યામભાઈ મકવાણા, રધુવીર કુંચાલા, વિશ્વા કુંચાલા દ્વારા શ્રી ઝવેરચંદ…

Read More

કિસાન સભા તરફથી રેલી કાઢી મુખ્ય મંત્રી ને સંબોધીને મામલતદાર ને આવેદનપત્ર

હિન્દ ન્યુઝ, મહિસાગર        મહિસાગર જિલ્લા ના સંતરામપુર મુકામે ભારત નો સામ્યવાદી પક્ષ (સીપીઅેમ) અને કિસાન સભા તરફથી રેલી કાઢી મુખ્ય મંત્રી ને સંબોધીને મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સીજનનો 25 ટકા વરસાદ થયો હોય મહિસાગર જિલ્લાને અછતગસ્ત જાહેર કરો, રાહત કામો ચાલુ કરો, દરેકને કોરોના મહામારી પછી બેરોજગારી વધી છે તેથી 7500 (સાડા સાત હજાર) સહાય આપવામાં આવે, ખેડૂતો ના દેવા માફ કરો, પોલીસ પટેલ ને ફરીથી બહાલ કરો, 15 વર્ષો જુના વાહનો ને ભંગાર ગણવાનો કાયદો પાછા ખેંચો વગેરે આ સાથેના આવેદનપત્રમાં આપેલી માગણી ઓ…

Read More

જૂનાગઢ જિલ્લામાં મોબાઇલ ટુ સ્પોર્ટસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભના પ્રથમ સ્થાને વિજેતાઓ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ મોબાઇલ ટુ સ્પોર્ટસ કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં ભજન, લોકગીત, લગ્નગીત, સુગમ સંગીત સહિતની ખેલ-મહાકુંભની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જિલ્લા રમતગમત કચેરી આયોજીત આ સ્પર્ધાઓ ૬ થી ૧૪, ૧૫ થી ૨૦, ૨૧ થી ૫૯ અને ૬૦ વર્ષથી ઉપરની વયના કલાકાર ભાઇ બહેનો સહભાગી થયા હતા. પ્રથમ સ્થાને વિજેતા થયેલાની સીડી રાજયકક્ષાની સ્પર્ધા માટે મોકલાશે. જેમાં ૬ થી ૧૪ વર્ષમાં જૂનાગઢ ગ્રામ્યમાં લોકગીત ભજનમાં સીસોદીયા દ્રષ્ટી, લગ્નગીતમાં વાઢીયા બંસરી અને સુગમ સંગીતમાં સોલંકી દિવ્ય, ૧૫ થી ૨૦ વયમાં લોકગીત ભજનમાં સોલંકી ભક્તિ, લગ્નગીતમાં પીઠવા ધ્વનિ, વય ગ્રુપ ૨૧ થી ૫૯…

Read More

આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગની અનોખી પહેલ પોરબંદર જીલ્લાની૧૩,૧૦૦ થી વધુ કિશોરીઓ મને ગર્વ છે કે હુ મોટી થઇ રહી છુ થીમ પર સેટકોમ કાર્યક્રમ નિહાળશે

હિન્દ ન્યુઝ, પોરબંદર સ્કીમ ફોર એડોલેસન્ટ ગલ્સ(SAG) યોજના ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત ૧૧થી૧૪વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને પોષણને લગતી સેવાઓ અને પોષણ તથા આરોગ્ય શિક્ષણ અને જીવન કૌશલ્ય શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ૧૫થી૧૮વર્ષની કિશોરીઓ માટે પુર્ણાયોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ૧૫થી૧૮ વર્ષની તમામ કિશોરીઓને પોષણને લગતી સેવાઓ અને સાથે સાથે આરોગ્ય અને જીવન કૌશલ્ય શિક્ષણની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નકકી કરેલ કેલેન્ડર મુજબ આ મહિને HB ક્વીન હરીફાઈ…

Read More

વાદન (વાંસળી, તબલા, હાર્મોનિયમ (હળવું), સ્પર્ધા જિલ્લા કક્ષાની સ્પર્ધા ૨૭ ઓગષ્ટ, ૨૦૨૧ થી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ રાજય કક્ષાની સ્પર્ધા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ યોજાશે

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા મુખ્યમંત્રી દ્વારા હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા “MOBILE TO SPORTS” ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો Quiz, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમત ગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે. જે અંતર્ગત, કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગંધીનગર તથા…

Read More

રાજ્યમાં તા. ૨૪ ઓગસ્ટ-મંગળવારે યોજાનારૂં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ મરજીયાત છે : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

હિન્દ ન્યુઝ, ગુજરાત આ સર્વેક્ષણ ફરજિયાત નથી કે કોઇ કસોટી-પરીક્ષા સ્વરૂપે નથી-તેની નોંધ પણ શિક્ષકની સર્વિસબૂક કે કેરિયરમાં લેવાશે નહિ-સર્વેક્ષણ યથાવત રહેશે. શિક્ષક સંઘોનો બહિષ્કાર કે વિરોધ નિરર્થક છે. શિક્ષક સંઘો સાથે બેઠકો યોજી સંમતિ મેળવી તેમની જ અનુકૂળતા મુજબ તા.ર૪ ઓગસ્ટે સર્વેક્ષણનું આયોજન સરકારે કર્યુ છે. ગુજરાતે શિક્ષક સમુદાયના સક્રિય સહયોગ-યોગદાનથી શાળાપ્રવેશોત્સવ-ગુણોત્સવ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેવી દેશભરમાં સફળ પહેલ કરી છે હવે શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં પણ ગુજરાત લીડ લેશે. સર્વેક્ષણનો હેતુ રાજ્યમાં શિક્ષણ ગુણવત્તા સુધારણા અને શિક્ષકોને સમયાનુકૂલ પરિવર્તન-ફેરફારો સામે સજ્જ કરવાનો છે. રાજ્યના ૧.૧૮ લાખ શિક્ષકોએ સર્વેક્ષણ આવકારી…

Read More

ગીર સોમનાથ જિલ્લાકક્ષાની પતંજલિ યોગ અંડર – ૧૯ની સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ગીર સોમનાથ આયોજિત પતંજલિ યોગ અંડર ૧૯ ભાઈઓ બહેનોની જિલ્લાકક્ષાની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં શાળામાં ભણતા અંડર-૧૯ ના બાળકોની એન્ટ્રી નિયત નમૂના મુજબ તા. ૦૫/૦૯/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી રૂમ નં ૩૧૩/૩૧૪ બીજો માળ જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે પહોંચતી કરવાની રહેશે. વધુમાં એન્ટ્રીનો નમૂનો કચેરીના બ્લોગ એડ્રેસ- – youthofficergirsomnath.blogsport.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે. તેમ જિલ્લા રમત-ગમત અધિકારી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Read More

માછીમાર સમાજ શ્રી વેરાવળ ખારવા સમાજ દ્વારા દરિયા દેવ ની પ્રાર્થના તથા નારિયળ પૂજન કરી માછીમારને રોજીરોટી મળી રહે તેવી પ્રાર્થના કરતા ખારવા સમાજ

હિન્દ ન્યુઝ, વેરાવળ તા. ૨૨/૮/૨૧ને રવિવારના રોજ પ્રવિત્ર રક્ષા બંધનના પાવન પર્વ દિવસ ના રોજ દર વર્ષ ના જેમ માછીમાર સમાજ શ્રી વેરાવળ ખારવા સમાજ દ્વારા દરિયા દેવ ની પ્રાર્થના તથા નારિયળ પૂજન કરી માછીમારને રોજીરોટી મળી રહે તેવી પ્રાર્થના કરતા વેરાવળ સમસ્ત ખારવા પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઇ આગિયા, બાબુભાઈ જુગી, વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના માજી પટેલ ત્રિકમભાઈ આગિયા વેરાવળ માછીમાર બોટ આશોશિયન ના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી, હરિભાઈ…

Read More