ગીર સોમનાથ જિલ્લાકક્ષાની પતંજલિ યોગ અંડર – ૧૯ની સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ગીર સોમનાથ આયોજિત પતંજલિ યોગ અંડર ૧૯ ભાઈઓ બહેનોની જિલ્લાકક્ષાની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે.

આ સ્પર્ધામાં શાળામાં ભણતા અંડર-૧૯ ના બાળકોની એન્ટ્રી નિયત નમૂના મુજબ તા. ૦૫/૦૯/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી રૂમ નં ૩૧૩/૩૧૪ બીજો માળ જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે પહોંચતી કરવાની રહેશે.

વધુમાં એન્ટ્રીનો નમૂનો કચેરીના બ્લોગ એડ્રેસ- – youthofficergirsomnath.blogsport.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે. તેમ જિલ્લા રમત-ગમત અધિકારી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment