સૌના સાથ, સૌના વિકાસ થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને સુશાસનના પાંચ વર્ષના નિમિત્તે કાર્યક્રમો કરાશે : ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, નડિયાદ  રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના દીર્ધદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને રાજયના નાગરિકોને આ યોજનાઓનો લાભ થયો છે. રાજયને મુખ્ય મંત્રી રૂપાણીનું નેતૃત્વ મળ્યે આગામી ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થશે તેના નિમિત્તે “પાંચ વર્ષ આપણી સરકારના- સૌના સાથ, સૌના વિકાસના અંતર્ગત રાજયભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌના સાથ, સૌના વિકાસ થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે વિવિધ લોકોપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ…

Read More

ઔઘોગિક તાલીમ સંસ્થા પલાણા ખાતે ઓગષ્ટ-૨૦૨૧થી શરૂ થનાર પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ માટે ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરી શકશે

હિન્દ ન્યુઝ, પલાણા      ઔઘોગિક તાલીમ સંસ્થા પલાણા ખાતે ઓગષ્ટ-૨૦૨૧થી શરૂ થનાર પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી ચાલુ હોઇ પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ http://itiamission.gujarat.gov.in વેબસાઇટપર ફોર્મ ભરવાની તારીખ લંબાવી છેલ્લી તારીખ ૦૨-૦૮-૨૦૨૧ રાખવામાં આવેલ છે. પ્રવેશફોર્મનું રજીસ્ટ્રેશન તેમજ સ્વિકારવાની છેલ્લી તારીખ ૦૩-૦૮-૨૦૨૧ સુધી કામગીરી ચાલુ હોઇ પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ ઔધોગિક તાલીમ સંસ્થા પલાણાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. પ્રવેશ ફોર્મ રજીસ્ટ્રેશન ફી પેટે રૂ.૫૦ આપીને રજીસ્ટ્રેશનની પહોંચ મેળવી લેવાની રહેશે. ઓનલાઇન મેરીટ અને કોલલેટર પ્રસિધ્ધ કરવાની તા.૦૭-૦૮-૨૦૨૧ છે તેમ ઔઘોગિક તાલીમ સંસ્થા પલાણાની અખબારયાદીમાં જણાવવામાં આવેલ છે. રિપોર્ટર :…

Read More

મહેમદાવાદ તાલુકાના નવચેતન મુકામે ત્રિલોકવન- મિયાવાકી પધ્ધતિ દ્વારા ઘનિષ્‍ઠ વનીકરણ

હિન્દ ન્યુઝ, નડિયાદ     મહેમદાવાદ તાલુકાના નવચેતન મુકામે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇના અધ્યક્ષ સ્‍થાને ત્રિલોકવન-મિયાવકી પધ્ધતિ દ્વારા ઘનિષ્ઠ વનીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાના મુખ્‍યદંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, વનીકરણ અંગેની નવચેતનાનો શુભારંભ નવચેતન ગામેથી થઇ રહયો છે. જેનો તેઓને આનંદ વ્‍યકત કરતાં જણાવ્‍યું કે, આ કામ મનરેગા યોજના અન્‍વયે થઇ રહયું છે. જેથી કોરોનાની મહામારીમાં જયારે નાગરિકોને રોજગારીની તકલીફ પડિ રહિ છે તે આ યોજના અન્‍વયે ગામમાં જ રોજગારી મળશે જેથી ગ્રામજનોને આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થશે સાથે સાથે ગામમાં જ ઘનિષ્‍ઠ વનીકરણ થવાથી ગામની હરીયાળીમાં વધારો થશે.…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા વિવિધ તાલુકાઓમાં વાહન ફિટનેસ કેમ્પનુ આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર       તાજેતરમાં સરકારની નવી ગાઇડલાઇનને ધ્યાને લઇ રાજ્યભરની આર.ટી.ઓ. કચેરીનું નિયમિત કામકાજ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા લોકડાઉન બાદ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારૂ વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત વાહનોના ફિટનેસ માટે કેમ્પનું આયોજન કરાયું છે. જેમા ભાવનગર તાલુકાના મહુવા તાલુકા ખાતે તા.૨૯ જુલાઇ, તળાજા તાલુકા ખાતે તા.૩૦ જુલાઇ તેમજ ગારીયાધાર અને પાલીતાણા તાલુકા ખાતે તા.૩૧ જુલાઇના રોજ સવારે ૮ થી ૧૨ કલાક દરમ્યાન વાહન ફિટનેસ માટે લોકોએ હાજર રહેવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.…

Read More

કોવિડ -૧૯ કોરોનાના કારણે અવસાન પામેલ ગૌરવ પુરસ્કૃત કલાકારોને આર્થિક સહાય

હિન્દ ન્યુઝ, ભાવનગર        રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજયમાં કોવિડ-૧૯ કોરોના ના કારણે અવસાન પામેલ ગૌરવ પુરસ્કૃત કલાકારોને આર્થિક સહાય મળે તેવી વિચારણા કરવામાં આવેલ છે. જેથી આ આર્થિક સહાય આપવા અંગેની નોંધણીની કાર્યવાહી સરળતાથી હાથ ધરી શકાય તે હેતુસર ભાવનગર જિલ્લાના સંગીત, નૃત્ય, નાટ્ય, લોકકલા ક્ષેત્ર પૈકી ગૌરવ પુરસ્કૃત કલાકારો કે જેઓ કોવિડ-૧૯ કોરોના ના કારણે અવસાન પામેલ હોય તેમના પતિ/પત્ની જે હયાત હોય તેમણે તા. ૨૮/૦૭/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ…

Read More

ભાવનગર શહેર / ગ્રામ્યના કલાકારો માટે “યુવા ઉત્સવ” સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર       રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે પ્રતિ વર્ષે યોજાતો તાલુકા, જિલ્લા, ઝોન, રાજ્યકક્ષા યુવા ઉત્સવની સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૧૫ સ્પર્ધાનું આયોજન ઓફ લાઇન અને ૧૮ સ્પર્ધાનું આયોજન ઓનલાઈન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર દ્વારા યોજવાનો થાય છે. આ સ્પર્ધાની વય મર્યાદા ૧૫ થી ૨૯ વર્ષની રહેશે. જેમાં ભાવનગર ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં સૌ પ્રથમ તાલુકાકક્ષાએ કુલ ૧૫ સ્પર્ધા ઓફલાઇન (લાઈવ) કરવાની થતી હોય જેથી તાલુકા કન્વીનરશ્રી દ્વારા જણાવેલ તારીખ…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા વિવિધ તાલુકાઓમાં વાહન ફિટનેસ કેમ્પનુ આયોજન

હિન્દ ન્યુઝ,       તાજેતરમાં સરકારની નવી ગાઇડલાઇનને ધ્યાને લઇ રાજ્યભરની આર.ટી.ઓ. કચેરીનું નિયમિત કામકાજ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા લોકડાઉન બાદ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારૂ વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત વાહનોના ફિટનેસ માટે કેમ્પનું આયોજન કરાયું છે. જેમા ભાવનગર તાલુકાના મહુવા તાલુકા ખાતે તા.૨૯ જુલાઇ, તળાજા તાલુકા ખાતે તા.૩૦ જુલાઇ તેમજ ગારીયાધાર અને પાલીતાણા તાલુકા ખાતે તા.૩૧ જુલાઇના રોજ સવારે ૮ થી ૧૨ કલાક દરમ્યાન વાહન ફિટનેસ માટે લોકોએ હાજર રહેવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. બ્યુરોચીફ…

Read More

ઉના મામલતદાર ઓફીસની બહાર જાતિ દાખલા અને રેશનકાર્ડ માટે મહિલાઓને લાંબી કતાર

હિન્દ ન્યુઝ, ઉના      ઉના મામલતદાર કચેરી એટિવિટી ૧ નંબરમાં એકસાથે રેશનકાર્ડ આવક જાતિના દાખલા માટે મહિલાઓની લાંબી કતાર જોવા મળી હતી હાલ શાળાખુલવા ને કારણે એડમિશન માં જાતિ અને આવકના દાખલાની જરૂર પડતી હોવાને કારણે આ લાંબી કતાર જોવા મળે છે, પરંતુ મામલતદાર ઓફિસ ના સ્ટાફ ની અન ઘડત નીતિને કારણે લોકો ભૂખ્યાને તરસ્યા પરેશાન થાય છે તો આ બાબતનું મામલતદાર ઓફિસ દ્વારા ધ્યાને લઇ લોકોને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવી વ્યવસ્થા ઉભી કરે તેઓ લોકોમાં વિરોધનો સૂર ઉભો થયો છે. રિપોર્ટર : હર્ષદ વાઢેર,  ઉના 

Read More

નડિયાદના પી.પી.પી મોડલ એસ.ટી સ્ટેન્ડની કામગીરી ટુંક સમયમાં શરૂ થશે

હિન્દ ન્યુઝ, નડિયાદ     નડિયાદ સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતુ કે, નડિયાદ ખાતે પી.પી.પી મોડલથી નવા એસ.ટી.સ્ટેન્ડ બનાવવાનુ હતું. જેનું ખાર્તમુહુર્ત અંદાજે ત્રણ વર્ષ અગાઉ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવું બસ સ્ટેન્ડ રેલ્વે ટ્રેકની બાજુમાં જ બનવાનું હોય રેલ્વેની જમીન હદ બાબતના પ્રશ્નને કારણે આ કામગીરી બંધ રહેલ હતી. તાજેતરમાં વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ સંચાર રાજયમંત્રી દેવુંસિંહ ચૌહાણની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ અને વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની…

Read More

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા દ્વારા ટાણા ગામના મણીનગર વિસ્તારને વાહક જન્ય રોગોથી બચાવવા ટાયરો એકત્રીકરણની ઝુંબેશ કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડ, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.બી.પી.બોરીચાની સૂચનાથી જિલ્લાભરમાં ઘનિષ્ઠ પોરાનાશક કામગીરી તેમજ મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે લોકોમાં જનજાગૃતિ કરી રહ્યા છે. જે અન્વયે સિહોર તાલુકા હેલ્થ કચેરીના તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ના માર્ગદર્શન હેઠળ માઈકિંગ, આરોગ્ય શિક્ષણ, ટીમ વર્ક પોરાનાશક કામગીરી કરાઈ રહી છે. તાજેતરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણાના મેડિકલ ઓફિસર દિગ્વિજયસિંહ ગોહિલ, સુપરવાઇઝર રાહુલભાઇ રમણા દ્વારા ટાણા ગામના મણિનગર વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ટાયરોનો જથ્થો જોયો અને લોકજાગૃતિની ઝુંબેશ ઉપાડી અને સરપંચ નિશાબેન તથા લોક આગેવાન…

Read More