દિયોદર તાલુકાના ગામડાઓમાં કોવિડ 19 રોગ પ્રતિકારક ની રસી અપવામાં આવી

હિન્દ ન્યુઝ, દિયોદર       દિયોદર તાલુકાના ગામડાઓમાં કોરોના વેકસીન રસીકરણ નો કાર્યક્રમ યોજાયો હતો. દિયોદર તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રેજેશ વ્યાસ તેમજ રૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના માર્ગદર્શન હેઠળ દિયોદર, વખા, બોડા, સુરાણા, મુલકપુર, જેવા ગામડાઓમાં રસીકરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 18 થી 44 તેમજ 45 થી 60 વર્ષ ના લોકો ને કોરોના વેકશીન અપવામાં આવી હતી. હજુએ 18 થી 44 વય ધરાવતા લક્ષ્યાંક 16334 જેટલા વય ના લોકો ને સમય માં આવરી લઈ રસીકરણ સંપૂર્ણ કરવામાં આવશે તેવી ખાત્રી પણ કરવામાં આવી છે. આ પ્રસંગે…

Read More

અરવલ્લી જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચા ની કારોબારી બેઠક જિલ્લા ભાજપા કાર્યાલય-મોડાસા ખાતે યોજાઇ

હિન્દ ન્યુઝ, અરવલ્લી        અરવલ્લી જિલ્લા ભાજપા, બક્ષીપંચ મોરચા ની બેઠક પ્રદેશ બક્ષીપંચ મોરચા ના મહામંત્રી મયંકભાઇ નાયક ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ દ્વારા પ્રદેશ બક્ષીપંચ મોરચા મહામંત્રી મયંકભાઇ નાયક નું રાજસ્થાની પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું ત્યારે જિલ્લા મહામંત્રી હસમુખભાઇ પટેલ, ભીખાજી ઠાકોર, બક્ષીપંચ મોરચા પ્રમુખ સુરેશભાઇ ઠાકોર, મહામંત્રી આશિષભાઇ જએસ્વાલ, રંગુસિંહ પરમાર, કાર્યાલય મંત્રી અશ્વિનભાઇ પરમાર ની પ્રેરક ઉપસ્થીતિમાં બેઠક યોજાઇ હતી. બેઠક અનુસંધાને જિલ્લા કારોબારી માં બક્ષીપંચ સમાજો પૈકી મોરચા માં વધુમાં વધુ સમાજો નો સમાવિષ્ટ થાય અને સૌ સમાજો થકી પાર્ટી…

Read More

તા. ૭ મી જુલાઇના રોજ મમતા દિવસને લઇને કોરોના વેક્સીનેશનની કામગીરી એક દિવસ પૂરતી મુલતવી રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર         રાજ્ય સરકાર દ્વારા માતા અને બાળકની શારિરીક તપાસ અને તેઓને વેક્સિનેશનથી સંરક્ષિત કરવાં માટે દર બુધવારે મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી તા. ૦૭ જુલાઈના રોજ રોજિંદા મમતા દિવસનું આયોજન હોવાથી કોવિડ -૧૯ વેક્સીનેશનની કામગીરી આ દિવસે પૂરતી બંધ રાખવામાં આવશે.       તા. ૦૮ જુલાઈ ને ગુરુવાર થી દૈનિક કોવિડ -૧૯ વેક્સિનેશન કામગીરી નિયત સ્થળોએ યથાવત રીતે ચાલું રહેશે તેની જાહેર જનતાએ નોંધ લેવાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, આરોગ્ય વિભાગ, ભાવનગર મહાનગરપાલિકા ની યાદીમાં જણાવાયું છે. વર્ષઃ ૨૦૨૧-૨૨…

Read More

જામનગરમાં દ્વારકાધીશના મંદિરે મેયર નું સન્માન કરતા ‘હિન્દુ સેના’

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર એટલે કે છોટીકાશી જ્યાં અનેક મંદિરોનું મહત્ત્વ છે અને ૪૦૦ વર્ષ જૂના મંદિરો પણ વિદ્યમાન છે. આવું જ કિશાન ચોક માં 300 વર્ષથી ઉપર શ્રી દ્વારકાધીશ નું મંદિર આવેલું છે. જ્યાં મંદિરની આસપાસ ચોખ્ખાઈ તેમજ સ્વચ્છતાને લઈ અને ધાર્મિક ઉત્સવો ઉજવવા માટે ‘હિન્દુ સેના’ એ ખાસ આ મંદિરની ચોખ્ખાઈ કરી અને અગિયારસના દિવસે દ્વારકાધીશ ના ચરણે જામનગરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારીને આજ મંદિરના મુખ્યાજી રમેશભાઈ રજગોરના પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ સમયે સામાજિક કાર્યકર નિલેશભાઈ શીણોજિયા (પટેલ), હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક…

Read More

માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે ધોળા દિવસે કુહાડી ના ઘા ઝીંકી મહિલાની હત્યા કરાય

હિન્દ ન્યુઝ, માંગરોળ       જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે ધોળા દિવસે મહિલાને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ ની જાણવા મળતી વિગત એવી છે કે માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે તેમના પતિ અને પરિવાર સાથે રહેતી દલિત મહિલા ભારતીબેન નરેન્દ્ર  સોલંકી (ઉ. વ.૩૫) તેમના બાળકો સાથે ઘરે એકલા હોય. પતિ અને જેઠ મજુરીએ ગયેલા હોય આ સમયગાળામાં ઢેલાણા ગામમાં અને પડોશમાં જ રહેતો મનસુખ પિઠા પરમાર નામનો શખ્સ ઘસી આવેલ અને મહિલા ને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. આ…

Read More

કોંગ્રેસ પક્ષ દ્રારા ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટી માઈનોરિટી ડિપાટૅમેન્ટનાં રાષ્ટ્રીય ચેરમેન મોહતરમ જનાબ મોહંમદ ઈમરાન પ્રતાપગઢી ને શુભેચ્છા

કોંગ્રેસ પક્ષ દ્રારા ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટી માઈનોરિટી ડિપાટૅમેન્ટ ને મજબુતી પ્રદાન કરવા માટે ઉત્સાહી અને સ્પષ્ટ વક્તા નવ યુવાન એવા નવા નિમાયેલા રાષ્ટ્રીય ચેરમેન મોહતરમ જનાબ મોહંમદ ઈમરાન પ્રતાપગઢી ને શુભેચ્છા સહ અભિનંદન પાઠવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી ડિપાટૅમેન્ટ નુ ડેલીગેટ જેમા પ્રદેશ ના હોદેદારો જીલ્લા ચેરમેનો તથા જીલ્લા ના હોદેદારો એ દીલ્હી સ્થિત ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમિટી (A I C C) ની અકબર રોડ ઉપર આવેલ ઓફિસે જઈ શુભેચ્છા મુલાકાત લઈ અને તેમનુ પુષ્પગૃચ્છ થી સ્વાગત કરી તેઓ કોંગ્રેસ પક્ષ અને દેશ માટે તેમના રહેલ કાબેલિયત ખંત અને…

Read More

દિવ સ્વયં સહાયતા જૂથના સભ્યો ને રોજગારી તેમજ પ્રોત્સાહિત કરવા માટે મહિલા શક્તિ કેન્દ્ર દિવ દ્વારા કોમ્યુનિટી હોલ ઘોઘલા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ,      ગૃહિણીઓ માટે ઘરે બેઠાં આવકનાં સ્ત્રોત વધારવા અને અન્ય ઉપાજનયો માટે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્યલ વેલ્ફેર વિભાગના સોશ્યલ વેલ્ફેર સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડે. સેક્રેટરી જતીન ગોયલનાં દિશા નિર્દેશન હેઠળ તેમજ દિવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત મહિલા શક્તિ કેન્દ્ર દિવ વિભાગ દ્વારા બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ઘોઘલા સ્વંય સહાયતા જુથનાં બહેનો માટે કોમ્યુનિટી હોલ ઘોઘલા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સમૂહમાં પ્રાર્થના વંદના કરી બાદમાં વિભાગનાં જિલ્લા સમન્વયક પારકરા…

Read More

વિરમગામ ચીફ ઓફિસર ને કોંગ્રેસ પક્ષ ના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, વિરમગામ       વિરમગામ શહેર ના વોર્ડ નં ૧ના ભાજપ ના ૨ કાઉન્સિલર અને ૧મહિલા કાઉન્સિલર ના પતિ સુજલામ સુફલામ્ યોજના અંતરગત રોયલ્ટી ધારક પાસે થી ૨૦.૦૦૦ ની લાંચ લેતા ACBએ પકડેલ લાંચિયા કાઉન્સિલરો ને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરમગામ નગરપાલિકા ના ચીફ ઓફિસર ને આવેદન પત્ર આપવામાં આવ્યું શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલ પૂર્વ કાઉન્સિલર આફતાબ પટેલ, એહમદશા બાપુ, જિલ્લા મહામંત્રી અલી અસગર પટેલ તથા અશરફ મેતર અને NSUI ના કાર્યકરો હાજર રહ્યા. રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં પદ્મ એવોર્ડ, પદ્મ વિભુષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી એવોર્ડ માટે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      ભારત સરકાર દ્વારા દેશના ઉચ્ચતમ એવોર્ડમાં પદ્મ એવોર્ડ, પદ્મ વિભુષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી એવોર્ડ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અરજીઓ મંગાવવામાં આવેલ છે. જેમણે કલા, સાહિત્ય અને શિક્ષા, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને ઇન્જીનિયરીંગ સહિત માં ઉત્કૃષ્ટ કાર્ય/ઉપલબ્ધી મેળવી હોય તેઓએ http://padmaawards.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ તેની હાર્ડ કોપી સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા સેવાસદન બીજો માળ, રૂમ નં. ૩૧૫/૩૧૬ ઇણાજ ખાતે તા. ૦૯/૦૭/૨૦૨૧ સુધીમાં જમા કરવાની રહેશે. વધુ માહીતી માટે સીનીયર કોચ, કાનજી ભાલીયા મો.નં. ૯૪૨૯૦-૦૦૦૪૦ પર સંપર્ક સાધવા એક…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં દ્રીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જુની સીરીઝ તથા ફોરવ્હીલ વાહનોની ચાલુ સીરીઝના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર-સોમનાથ દ્વારા જિલ્લામાં દ્રીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જીજે-૩૨-ક્યુ અને જુની સીરીઝ જીજે-૩૨-એન, જીજે-૩૨-એમ, જીજે૩૨-પી તથા ફોરવ્હીલ વાહનની ચાલુ સીરીઝ જીજે-૩૨-કે ના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી તા. ૨૦/૦૭/૨૦૨૧ નાં રોજ ખોલવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલીકો વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy  પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે.         તા. ૧૫-૦૭-૨૦૨૧ થી ૧૭-૦૭-૨૦૨૧ સુધી ઓક્સન માટે ઓનલાઇન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા. ૧૮-૦૭-૨૦૨૧ અને ૧૯-૦૭-૨૦૨૧ ના રોજ ઓક્સનનુ બિડિંગ ઓપન થશે અને તા. ૨૦/૦૭/૨૦૨૧ ના રોજ ખોલવામાં આવશે. તેમજ જે વાહન માલીક…

Read More