ગુજરાત સરકાર દ્વારા કોવિડ વેક્સિન અભિયાનમાં સિદ્ધપુર નાં ધારાસભ્ય જોડાઈ આ અભિયાન ને બનાવ્યું સફળ

હિન્દ ન્યુઝ, સિદ્ધપુર    આજ રોજ સિદ્ધપુર ના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા કોવિડ વેકસીન મહાઅભિયાન કાર્યક્રમ માં હાજરી આપી આ કાર્યક્રમ સિદ્ધપુર ના રાજપુર, સિદ્ધપુર શહેર ખાતે આ વેકસીનેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમના મુખ્ય અધ્યક્ષ તરીકે સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર હાજરી આપી. કોરોના વેકસીન લેવા આગ્રહ કર્યો હતો આ વેક્સિન સલામત સુરક્ષિત સે જેથી દરેક નાગરિકે વેક્સિન અવશ્ય લેવી જેમા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હમિદભાઈ મોકનોજીયા, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર, શહેર પ્રભારી બીપીનભાઈ દવે, રશિદભાઈ કૂરેશી, દિપીકાબેન, નગરપાલીકા સદસ્ય જયાબેન શાહ, કેશીબેન સોલંકી, તેમજ રાકેશભાઈ…

Read More

લાખણી ના લવાણા અને કુડા ખાતે તાલુકા કક્ષા ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, લાખણી       21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા લાખણી તાલુકા ના લવાણા અને કુડા ગામે તાલુકા કક્ષા ના યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. યોગ થકી લોકો ના સ્વાસ્થ્ય સારું રહે, લોકો તંદુરસ્ત રહે, માનસિક તણાવ મુક્ત રહે, લોકો માં યોગ વિશે જાગૃતિ આવે અને અનુસરે એ હેતુ થી ખાસ યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લવાણાં ખાતે આજુ બાજુ ના ગામો માંથી મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લા ના કિસાન મોર્ચા ના અધ્યક્ષ ટી.પી.રાજપૂત અને…

Read More

દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા ૧૮ થી ઉપરના તમામ લોકો માટે વેક્સિનેશન મહા અભિયાન શરૂ કરાયું

હિન્દ ન્યુઝ, દિયોદર     કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા કોરોના વેક્સિન થી એક પણ વ્યક્તિ રસી થી વંચિત ના રહી જાય એમાટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ ૧૮ થી ૪૪ વર્ષ ના વ્યક્તિઓ ને રસી કરણ ટીકા કરવા અભિયાન હાથ ધર્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર રેફરલ ખાતે covid વેક્સિનેશન મહા અભિયાન કેન્દ્ર નું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કેન્દ્રમાં ૧૮ થી૪૪ તથા ઉપરના તમામ લોકોને રસીકરણ કરવામાં આવશે. કોરોના ની રસી માટે રજિસ્ટ્રેશન કરાવેલા અને રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય એવા તમામ લોકો માટે સુવિધા કેન્દ્ર ઉપલબ્ધ કરવામાં આવી…

Read More

અંધ ઉદ્યોગશાળા વિદ્યાનગર ખાતે ટી.બી. ના રોગમાંથી બહાર આવેલા દર્દીઓએ “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી યોગ કરીને કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર    ૨૧ મી જૂન “વિશ્વ યોગ દિવસ” ના રોજ ભાવનગરના વિદ્યાનગર ખાતે આવેલ અંધ ઉદ્યોગશાળા ખાતે ટી.બી.ના રોગમાંથી મુક્ત થયેલાં દર્દીઓએ યોગની સાધના કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. ભાવનગરની સર ટી. હોસ્પિટલ અને જિલ્લા ક્ષય કેન્દ્ર ભાવનગરના સહયોગથી ટી.બી. (ક્ષય- ટ્યુબરક્યુલોસિસ) થી ૧૬ પીડિત દર્દીઓ કે જેઓ સારવાર મેળવીને સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા છે. તેવાં ટી.બી.ના દર્દીઓએ યોગાની વિવિધ મુદ્વાઓનો યોગાભ્યાસ કરીને પોતાની શ્વાસોશ્વાસની ક્ષમતાને વધારવાં સાથે નાગરિક સમાજને પણ યોગ કરવાનો સંદેશો આપ્યો હતો. “યોગા ફોર બેટરમેન્ટ ઓફ પોસ્ટ ટી.બી. પેશન્ટ” થીમ આધારિત રાજ્યની છ…

Read More

ભાવનગર ખાતે ૭ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર      સમગ્ર વિશ્વને ભેટ એવી ભારતની અણમોલ વિરાસત એવાં ૭ મા વિશ્વ યોગ દિવસની ભાવનગર ખાતે ઉજવણી કરાઇ હતી. ભાવનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી યોજાયેલાં કાર્યક્રમમાં ભાવનગરમાં યોગના ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારા ૨૦ યોગ કોચ અને ટ્રેનર્સને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યાં હતાં. ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલના હસ્તે આ યોગ ગુરૂઓનું સન્માનપત્ર આપી યથોચિત સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ…

Read More

૨૧ જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગીર-સોમનાથમાં સોમનાથ ખાતેથી કોવીડ વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ કરાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     આજે વિશ્વ યોગ દિવસે સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લા અને ૮ કોર્પોરેશન ખાતે વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં ૨૫ વેકસીનેશન સાઇટ કોવીડ વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ સોમનાથ ટ્રસ્ટના ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર ખાતેથી કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયનના પ્રમુખએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણમાં જાગૃતિ આવી છે. રસીકરણ મહાઅભિયાનમાં વધુ લોકો જોડાય અને કોરોનાને મ્હાત આપવા સૈા કોઇ આગળ આવે ત્યારે જ આ મહાઅભિયાનનો હેતુ સર થશે. જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેએ જણાવ્યું હતું કે,…

Read More

અરવલ્લી LCB એ દારૂ ભરેલી કાર અને રિક્ષા જડપી

હિન્દ ન્યુઝ, અરવલ્લી  અરવલ્લી LCB એ અલગ અલગ બે જગ્યાએ થી વિદેશી દારૂ જડપયો મોડાસાના મેઢાસણ પાસે થીં રિક્ષા માં લવાતો દારૂ સહિત 1.41 લાખ ના મુદ્દામાલ સાથે એક આરોપી ને દબોચયો મોડાસા નાં મેઢાસણ નજીક ટીટીસર પાસે કાર માંથી દારૂ સહિત 1.97 લાખના મુદ્દામાલ શાથે 2 આરોપી ઝબ્બે પકડાયેલા ત્રણ બુટલેગરો સામે જિલ્લા LCB ની કાર્યવાહી. રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Read More

નડિયાદ ખાતે કોવીડ-૧૯ વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ કરાવતા મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ

હિન્દ ન્યુઝ, નડિયાદ     આ વિશેષ દિન નિમિતે જિલ્લામાં ૧૫૦ બુથ પર રસીકરણ મહા અભિયાનનો કાર્યક્રમ યોજાયો રસીકરણ મહાઅભિયાનમાં યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણા થી “બધાને વેકસીન, મફત વેકસીન” પરિકલ્‍પનાને સાર્થક કરવાના હેતુ સાથે ગુજરાત સરકારે આજે તા.૨૧મી જૂન ૨૦૨૧ને વિશ્વ યોગ દિવસથી વેકસીનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ રસી લે એટલુ જ નહી વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયુ છે.…

Read More

કોરોના રસીકરણ મહા અભિયાનની ભાવનગરથી શરૂઆત કરાવતાં શિક્ષણ મંત્રી સુ. વિભાવરીબેન દવે

હિન્દ ન્યુઝ, ભાવનગર     આજથી રાજ્યવ્યાપી શરૂ થયેલ કોરોના રસીકરણ મહા અભિયાનના ભાગરૂપે ભાવનગર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી સુ.વિભાવરીબેન દવેએ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. ૧૯ ખાતે ઉપસ્થિત રહી કોરોના રસીકરણ મહા અભિયાનની શરૂઆત કરાવી હતી.  મંત્રીએ રસીકરણની કામગીરી પ્રત્યક્ષ નિહાળી ભાવનગરમાં ૧૮ થી ૪૪ વર્ષથી વયજૂથની તમામ વ્યક્તિઓને રસીકરણ થઇ જાય તે માટે સંવેદનશીલતાથી કાર્ય કરવાં ઉપસ્થિત આરોગ્ય વિભાગના કર્મચારીઓને અનુરોધ કર્યો હતો. આ અવસરે ભાવનગર મ્યુ્નિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કોર્પોરેટરઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

કોવીડ-૧૯ વેકસીનેશન મહાઅભિયાનનો મહુધા તાલુકામાં શુભારંભ કરાવતા સાંસદ દેવુસિંહ ચૌહાણ

હિન્દ ન્યુઝ, નડિયાદ      તાલુકામાં અને જિલ્‍લામાં ૧૦૦ ટકા રસીકરણ ઉપર ભાર મૂકતાં સાંસદ દેવુસિંહ ચૌહાણ “બધાને વેકસીન, મફત વેકસીન” સૂત્રને સૌ સાથે મળી સાર્થક કરીએ દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણા થી “બધાને વેકસીન, મફત વેકસીન” પરિકલ્‍પનાને સાર્થક કરવાના હેતુ સાથે ગુજરાત સરકારે આજે તા.૨૧મી જૂન ૨૦૨૧ને વિશ્ર્વ યોગ દિવસથી વેકસીનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે. તેના અનુસંધાને આજે ખેડા જિલ્લા ના મહુધા તાલુકાના મહુધા ગામે સાંસદ દેવુસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્‍થિતિમાં મહુધા તાલુકામાં આ મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.    આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણએ જણાવ્‍યું હતું કે, સમગ્ર ગુજરાતના…

Read More