૨૧ જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગીર-સોમનાથમાં સોમનાથ ખાતેથી કોવીડ વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ કરાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

    આજે વિશ્વ યોગ દિવસે સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લા અને ૮ કોર્પોરેશન ખાતે વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં ૨૫ વેકસીનેશન સાઇટ કોવીડ વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ સોમનાથ ટ્રસ્ટના ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર ખાતેથી કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયનના પ્રમુખએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણમાં જાગૃતિ આવી છે. રસીકરણ મહાઅભિયાનમાં વધુ લોકો જોડાય અને કોરોનાને મ્હાત આપવા સૈા કોઇ આગળ આવે ત્યારે જ આ મહાઅભિયાનનો હેતુ સર થશે. જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેએ જણાવ્યું હતું કે, લોકો પોતાની જવાબદારી સમજી વેકસીન લઇ સુરક્ષિત બને.

અગ્રણી માનસિંગ ભાઇ પરમારે જણાવ્યું હતું કે, યુવાઓએ વેકસીન કરાવવું જોઇએ. કોરોના સામે વેકસીનેશન સુરક્ષા આપી શકે છે.

કાર્યક્રમનું સંચાલન ડો.સિકોતરાએ અને સ્વાગત પ્રવચન ડો.બામરોટીયાએ તેમજ આભારવિધિ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા કરી હતી. કાર્યક્રમમાં આર.સી.એચ.ઓ. ડો.અરૂણ રોય, સુપરવાઇઝર મેહુલ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જયદેવભાઇ જાની અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment