હિન્દ ન્યુઝ, દિયોદર
કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા કોરોના વેક્સિન થી એક પણ વ્યક્તિ રસી થી વંચિત ના રહી જાય એમાટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ ૧૮ થી ૪૪ વર્ષ ના વ્યક્તિઓ ને રસી કરણ ટીકા કરવા અભિયાન હાથ ધર્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર રેફરલ ખાતે covid વેક્સિનેશન મહા અભિયાન કેન્દ્ર નું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કેન્દ્રમાં ૧૮ થી૪૪ તથા ઉપરના તમામ લોકોને રસીકરણ કરવામાં આવશે. કોરોના ની રસી માટે રજિસ્ટ્રેશન કરાવેલા અને રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય એવા તમામ લોકો માટે સુવિધા કેન્દ્ર ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં 50 ટકા લોકોને રજીસ્ટ્રેશન થયેલા અને 50% રજીસ્ટ્રેશન વગર રસી આપવામાં આવશે.
મહત્વનું છે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો બ્રિજેશ વ્યાસ દ્વારા આ કેન્દ્રને શુભારંભ કરવા આવ્યો હતો. તો મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, દિયોદર પ્રાંત અધિકારી એમકે દેસાઈ, દિયોદર મામલતદાર કે. કે . ઠાકોર, દિયોદરના નાગરિકો અને આગેવાનો, દિયોદર રેફરલ હોસ્પિટલ ડો. પ્રતીક, દિયોદર આરોગ્ય કર્મીઓ કાર્યક્રમ માં ઉપસ્થિતિ રહ્યા હતા.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર