ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ૧૦૧ વૃક્ષો વાવી ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો. “વૃક્ષ તમે વાવો, તેનું જતન અમે કરીશું” તે અભિયાન સાથે બાળકો દ્વારા ૧૦0 થી વધુ વૃક્ષ આરએસસી ભાવનગરના કેમ્પસમા વાવવામાં આવ્યા અને તેને ઉછેરી તેનું જતન આરએસસી ભાવનગર દ્વારા કરવામાં આવશે.

 

આ કાર્યક્રમમાં ભાવનગરના આર.એફ.ઓ.શ્રી દિવ્યરાજસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે શાળાના બાળકોને પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃત કરી, પૃથ્વીની જાળવણી અને સુરક્ષાનું મહત્વ સમજાવી, બાળકો પર્યાવરણના સંરક્ષણ અને ટકાઉ વિકાસ માં કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું.

આ કાર્યક્રમમા સિહોર તાલુકાના વરલ ગામની આલ્ફા સ્કૂલના 180 બાળકો તથા ભાવનગરની જુદી જુદી શાળામાંથી અંદાજે કુલ3૦૦ કરતાં વધારે બાળકોએ ઉત્સાહપૂર્વકભાગ લીધો હતો. તદુપરાંત આરએસસી ભાવનગર ખાતે ચાલતા ‘સાયન્સ સમર વર્કશોપ ૨.૦’ માં ભાગ લીધેલા બાળકોએ પણ આ કાર્યક્રમમા લાભ લીધો હતો.


Advt.

 

 

Related posts

Leave a Comment