રાજકોટ શહેરમાં વસ્તી અને વિસ્તારમાં પણ વધારો થતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને પહોચી વળવા માટે ગૃહવિભાગ દ્વારા રાજકોટ માટે ૪૫૨ સ્ટાફ વધારે મંજુર કર્યો છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું હોમટાઉન ઉપરાંત અન્ય મંત્રીઓની સતત અવર જવર રહેતી હોવાથી તેમના V.V.I.P બંદોબસ્તને પહોચી વળવા માટે પોલીસ સ્ટાફની વધારે જરૂર રહેતી હતી. તેમજ તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા માધાપર, ઘંટેશ્ર્વર સહિતનો વિસ્તાર ભેળવ્યો હતો. આ પહેલાં કોઠારિયા અને વાવડીનો વિસ્તાર શહેરમાં ભેળવ્યો હોવાથી નવા ભળેલા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોવાથી વધારે પોલીસ સ્ટાફની જરૂરીયાત અંગે અવાર નવાર ગૃહમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા થતી રજુઆતાના પગલે ૪૫૨ પોલીસ સ્ટાફ વધારે ફાળવવા માટે બજેટમાં જોગવાય કરવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની રજૂઆત ધ્યાને લઇ વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રાજકોટના પોલીસ દળમાં ૪૫૨નો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને પહોચી વળવા માટે કુલ ૯૭ જગ્યા મંજુર કરવામાં આવી છે. જેમાં 3 P.S.I, ૧૨ A.S.I, ૨૪ હેડ કોન્સ્ટેબલ અને ૫૮ કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment