હિન્દ ન્યુઝ, થરાદ થરાદ પંથકમાં એક માત્ર અગિયાર મુખી હનુમાનજીનું મંદિર ગણાતું ભુરીયા ગામે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. થરાદ તાલુકાના ભુરીયા ગામે ઘેવરદાસ સાધુના ખેતરમાં અગિયાર મુખી હનુમાનજીના મંદિરે દરેક શનિવારે સુંદરકાંડનું આયોજન થાય છે. જેમાં સંતશ્રી ઘેવરદાસ સાધુને તેમના ગુરૂની પ્રેરણાથી એક વર્ષ સુધી સુંદરકાંડનું પઠન કરવાનો સંકલ્પ કર્યો હતો. જે અંતર્ગત દર શનિવારે હનુમાનજી મહારાજનો સુંદરકાંડ પઠન કરવામાં આવે છે. ત્યારે તારીખ ૯/૧/૨૦૨૧ ના રોજ સુંદરકાંડ પઠનમાં થરાદના સુપ્રસિદ્ધ કથાકાર સિધ્ધરાજભાઈ શાસ્ત્રી ડેડાવાવાળા ઉપસ્થિત રહી સુંદરકાંડનું પઠન કર્યું હતું. અગાઉના શનિવારોમાં શાસ્ત્રી વિક્રમભાઈ દવે, નરશીદાસ રામાનંદી, કેતનદાસ સાધું…
Read More