90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નું વેરાવળના નાના તથા મોટા કોલીવાડા ના લોકો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત સમારંભ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ 90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા 14 મી વિધાનસભા ના સત્ર બાદ અચાનક બીમાર થતાં અને તબિયત બતાવતા કોરોના રિપોર્ટ પોઝેટિવ આવેલ. જેથી તેમાં મત વિસ્તારના તેમજ વેરાવળ ના નાના તથા મોટા કોળીવાડા માં ગમગીની નું મોજું ફેલાયેલ હતું. અને સમય જતાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ સારવાર લઈ કોરોના રિપોર્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવતા વેરાવળ નાના તથા મોટા કોલીવાડા માં હર્ષ ની લાગણી છવાઈ ગયેલ હતી અને આજ રોજ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તા. 25-10-20 ના રોજ વેરાવળ નાના તથા મોટા કોલીવાડા ની લાગણી ને…

Read More

જેતપુર ના ફૂલવાડી રોડ પાસે રવિરાજ એપાર્ટમેન્ટ માં લાગી આગ

હિન્દ ન્યૂઝ, જેતપુર પ્રાપ્ત વિગત જેતપુર ના સ્ટેન્ડ ચોક રોડ પડે આવેલ ઊંધીશેરી માં રવિરાજ એપાર્ટમેન્ટ માં આજે વહેલી સવારે આગ લાગી આગ લાગતા પાંચ થી સાત જેટલા બાઇક બળી ને ખાક થઈ ગયા તેમજ કોઈ પ્રકાર ની જાનહાની થઈ ન હતી. તેમજ ચાર પાંચ દિવસ પહેલા જેતપુર ના કણકીયા પ્લોટ પાસે આવેલ SBI બેન્ક સામે આવેલ ટેક્ષટાઇલ ની દુકાન માં શોર્ટસર્કીટ થી આગી લાગી. આજે વહેલી સવાર ના અરસામાં આગ લાગી બદનસીબે કોઈ પણ જાનહાની થવા પામેલ નથી. રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Read More

દિયોદર માર્કેટ યાર્ડ માં ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી થવા પામી આઠ વર્ષ બાદ ભાજપ સતા મેળવી

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી માં આઠ વર્ષ બાદ ખેડૂત વિભાગ માંથી 10 બેઠકો ભાજપ પ્રેરિત ઈશ્વરભાઈ તરક પરિવર્તન પેનલ નો વિજય થવા પામ્યો હતો. જેમાં 23/10/2020 ના રોજ દિયોદર APMC ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે બેઠક યોજાઇ હતી. જેમાં એક પણ ફોર્મ સામે પક્ષ માંથી રજૂ ના થતા માર્કેટ યાર્ડ માં ભાજપ પ્રેરિત ઈશ્વરભાઈ તરક ની વરણી થવા પામી હતી, તેમજ વાઇસ ચેરમેન તરીકે ભાજપ ના આગેવાન પરાગભાઈ જોષી ની વરણી થતા સહુ કોઈ એ શુભેચ્છા પાઠવી હતી. આ બાબતે ચેરમેન તરીકે…

Read More

અંબાજી માં નવા સર્કીટ હાઉસ નું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, અંબાજી ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મા નવા બનેલ સર્કીટ હાઉસ નું લોકાર્પણ કરવા ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ યાત્રાધામ અંબાજી આવી પહોંચ્યા અંબાજી પહોંચ્યા બાદ પહેલા તેમણે અંબાજી મંદિર ના ગર્ભગૃહમાં જગત જનની માં અંબા ના દર્શન કરી અને પુજા અર્ચના કરી ત્યાર પછી ભટજી મહારાજ ની ગાદી પર જઈ રક્ષાપોટલી બંધાવી ત્યાર પછી યાત્રાધામ અંબાજી માં નવા સર્કીટ હાઉસ નુ લોકાર્પણ નીતિનભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી સર્કીટ હાઉસ માં ભાજપ પાર્ટી ના કાર્યકતાઓ ની બેઠક પણ રાખવામાં આવી હતી. રિપોર્ટર :…

Read More

ડભોઇ પોલીસ તંત્રનો સપાટો- શીતપુર વસાહતમાંથી 34,580 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો

હિન્દ ન્યૂઝ, ડભોઇ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય ની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક ડભોઇ ડિવિઝનના કે.વી સોલંકી ના માર્ગદર્શન હેઠળ મળેલી જરૂરી સૂચનાઓ મુજબ દારૂ-જુગારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓને નેસ્તનાબૂદ કરવા મળેલી સૂચનાઓના આધારે ડભોઇ પોલીસ સ્ટેશનના પી.આઈ જે. એમ વાઘેલાને મળેલ બાતમી અને હકીકતના આધારે શીતપુર વસાહતમાં રહેતા મુકેશભાઈ દામણભાઈ વસાવા નામનો વ્યક્તિ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બહારથી મંગાવી પોતાના ઘરે સંતાડી રાખી ચોરીછૂપીથી દારૂ વેચાણની પ્રવૃત્તિ કરે છે. જેથી આ મળેલ ચોક્કસ બાતમી – હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો અને પંચના માણસોને સાથે…

Read More

થરાદ તાલુકાના ભાચર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર કરી રહ્યા છે મનમાની મન ફાવે ત્યારે આશા વર્કરો અને છુટા કરી રહ્યા છે

હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ તાલુકાના ભાચર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા આશાવર્કરો સામે ગેર વર્તન કરતા હોય તેવું સામે આવી રહ્યું છે. સરકાર તરફથી આશાવર્કરો ને મળતા લાભો મેડિકલ ઓફિસર પોતાની ઈચ્છા પ્રમાણે આપી રહ્યા છે, જ્યારે સરકાર તરફથી આશાવર્કરો ને અમુક કીટો આપવામાં આવતી હોય છે. જેમાં બેગ, ઘડિયાળ જેવી અનેક ચીજવસ્તુઓ આશાવર્કરો ને આપવા માટે આરોગ્ય કેન્દ્ર ખાતે આવતી હોય છે. ત્યારે ભાચર ગામના આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર જો ઇચ્છા થાય તો આપે નહીંતર તેમના લાગતાવળગતા બાબુઓને સારા લાગે છે અને વસ્તુઓ આપતા હોય તે…

Read More

જેતપુર તાલુકા ના સરધારપુર ગામે પગ બાંધેલી હાલતમાં આશાસ્પદ યુવકનો કુવામાંથી મૃતદેહ મળી આવ્યો

હિન્દ ન્યૂઝ, જેતપુર જેતપુર તાલુકા ના સરધારપુર ગામે ગત રાત્રે કુવામાંથી એક યુવકનો મૃતદેહ પગ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ થતાંજ પોલીસ, મામલતદાર અને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવાથી એફ.એસ.એલ ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવ અંગે સૂત્રો પાસેથી વધુ વિગત મેળવતા જાણવા મળ્યું છે કે મૃતક જેન્તી ઉર્ફે ભોલો માધાભાઈ બગડા (ઉ.૨૮) પોતાના ઘર પાસે જ પાન બીડી અને જરૂરી ચીજ વસ્તુની દુકાન ધરાવે છે અને સંતનામાં એક છોકરો એક છોકરી છે. સરળ સ્વભાવનો જેન્તી પોતના કામથી કામ રાખતો હતો અને ક્યારેય બહાર કે ઘરમાં…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી તથા કેન્દ્રિય ગ્રુહમંત્રી અમિતભાઇ શાહના જન્મદિવસ નિમિતે સોમનાથ મહાદેવને વિશેષ પૂજા કરવામાં આવેલ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી અમિતભાઇ શાહના જન્મદિવસની ઉજવણી શ્રી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ. તેઓના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ, સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર ના હસ્તે મહાપૂજા કરવામાં આવેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ, તમામ ટ્રસ્ટીઓ, અધિકારીઓ સમગ્ર ટ્રસ્ટ પરિવાર તરફથી માન. ટ્રસ્ટી અમિતભાઇ શાહને જન્મદિવસે શુભેચ્છા પાઠવવામાં આવેલ. તેઓના નિરામય આરોગ્ય માટે શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલ હતી. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, અમરેલી, મળતી માહિતી મુજબ જિલ્લાના એસપી દિલીપભાઈ ના માર્ગદર્શન હેઠળ અમરેલીના બગસરા તાલુકાના પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન બગસરા શહેરમાં કરવામાં આવ્યું હતું. તેમાં બગસરાના મેઈન રોડ જેતપુર રોડ નાની બજાર વિજય ચોક ગોંડલીયા ચોક એસટી સ્ટેશન રોડ તેમજ પુરા શહેરનું ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ માં એ.એસ.પી સોની બગસરા પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.કે.મકવાણા પી.એસ.આઇ યુ.એફ. રાઓલ તેમજ બગસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો. રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Read More

દિયોદર ના ગોલવી ગામ પરિવારજનો એ પોલીસ ને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં ના લીધા

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના ગોલવી ગામે જૂની અદાવત રાખી એક બે સંતાન ના પિતા પર અમુક ઈસમો એ હીંચકારો હુમલો કરતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી હતી. જેમાં ઇજા ગ્રસ્ત યુવાન ને સારવાર માટે દિયોદર રેફરેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જેમાં વધુ સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના ગોલવી ગામે રહેતા ગોવિદ દેવીપૂજક નામ નો બે સંતાન નો પિતા ઘર આગળ તેમના છોકરા ને લઈ ઉભો હતો. તે સમય દિયોદર ના પાલડી ગામે રહેતો ડાયા દેવીપૂજક નામ…

Read More