હિન્દ ન્યૂઝ, અમરેલી,
મળતી માહિતી મુજબ જિલ્લાના એસપી દિલીપભાઈ ના માર્ગદર્શન હેઠળ અમરેલીના બગસરા તાલુકાના પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન બગસરા શહેરમાં કરવામાં આવ્યું હતું. તેમાં બગસરાના મેઈન રોડ જેતપુર રોડ નાની બજાર વિજય ચોક ગોંડલીયા ચોક એસટી સ્ટેશન રોડ તેમજ પુરા શહેરનું ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ માં એ.એસ.પી સોની બગસરા પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.કે.મકવાણા પી.એસ.આઇ યુ.એફ. રાઓલ તેમજ બગસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો.
રિપોર્ટર : મનજી પરમાર, બગસરા