મહિલાઓને આશ્રય, તબીબી સવલત, કાઉન્સેલીંગ, કાયદાકીય સહાય સહિતની સુવિધા ઉપલબ્ધ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ   તા.૦૧, કોરોના મહામારીના વિકટ સમયમાં પણ વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટર ચોવીસ કલાક કાર્યરત છે. ગીર સોમનાથ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા હિંસાથી પીડિત મહિલાઓની નિ:શૂલ્ક સેવા માટે સખી વન સ્ટોપ સેન્ટર હાલમાં બી.આર.સી.ભવન વેરાવળ ખાતે કાર્યરત છે. ત્યાં મહિલાઓને ધર્મ-જાતિ કે સંસ્કૃતિના કોઈપણ પ્રકારના ભેદભાવ વગર નિ:શૂલ્ક સેવા આપવામાં આવી રહી છે. મહિલા સબંધિત ગુના જેવા કે ઘરેલુ હિંસા, દહેજની માંગણી, જાતીય સતામણી સહિતના પ્રશ્રો માટે સમાધાન અને સહાય પુરી પાડવામાં આવે છે. સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા પીડિત મહિલાઓને પાંચ દિવસ…

Read More

ઇણાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ, તા. -૩૦, જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આદર્શ ગામમાં સમાવેશ થયેલ ગામોમાં વિકાસના કામો કરવામાં આવશે. સ્થાનિક કક્ષાએથી નક્કી કરવામાં આવેલ કામોનું સ્થળ નિરિક્ષણ કરવા સબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનામાં ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના હસનાવદર, સુત્રાપાડા તાલુકાના કડસલા અને કોડીનાર તાલુકાના નાનાવાડા ગામની પસંદગી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પસંદ થયેલ ગામ…

Read More

જેતપુરના દેરડી રોડ પર ભાદરનદીના બિસ્માર પુલ પર પડેલા ખાડાઓ નગરપાલિકા દ્વારા સિમેન્ટ-કોંક્રિટ વડે પુરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, રાજકોટ, રાજકોટ જીલ્લાના જેતપુર શહેરથી દેરડીની ધાર, દેરડી, મોણપર, સહિતના ગામોને જોડતા રોડ પર આવેલ ભાદર નદી પર આવેલ બેઠો પુલ તદ્દન બિસ્માર હાલતમાં છે, ચોમાસાની ઋતુ દરમિયાન અવારનવાર ભાદરનદીમાં પુર આવવાને કારણે આ પુલ ડૂબી જાય છે અને જેતપુર શહેરથી દેરડી રોડ, દેરડી, મોણપર, ખંભાલીડા તરફ જવા માટે અન્ય રસ્તાનો સહારો લેવો પડે છે તેમજ દેરડીની ધારે આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહી ચાંપરાજપુર, સારણના પુલ સહિતના વિસ્તારમાં કામ કરતા કામદારો એ આઠેક કિલોમીટર ફરીને આવનજાવન કરવા માટે મજબુર બને છે. સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ…

Read More

ગીર સોમનાથના સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે આરો પ્લાટ લઈને ગ્રામજનો વિરોધ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામમાં ગૌચરની જમીનમાં આરઓ પ્લાન્ટ નાંખવા મુદ્દે ગ્રામજનો છેલ્લા દસ દિવસથી આંદોલન કરી રહ્યા છે ત્યારે બે દિવસ પહેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 10 દિવસથી ગામના પુરુષો અને મહિલાઓ ગૌસરની જમીન ન આપવા આંદોલન કરી રહ્યા છે તો બીજી બાજુ નેતાઓ કોઈ પણ ગ્રામજનોના વ્હારે નથી આવ્યા ત્યારે ગામની મહિલા દ્વારા ગીરસોમનાથ જિલ્લાના નેતાઓ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે. જેમાં તાલાળા પૂર્વ ધારાસભ્ય ગોવિદ પરમાર હોસ્પિટલમાં હોવાનું જણાવી રહ્યા છે. જયારે પૂર્વ મંત્રી…

Read More

દિયોદર પ્રાથમિક શિક્ષક શરાફી સહ મંડળી ના ચેરમેન પદે વરણી

હિન્દ ન્યૂઝ, દિયોદર, દિયોદર તાલુકા ની પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી માં બિન હરીફ તરીકે ચેરમેન પદ પર ભદ્રસિંહ રાઠોડ ની બિન હરીફ વરણી કરવામાં આવી છે. ૧૮ કરોડ રૂપિયા કરતા વધુ ટર્નઓવર કરતી આ દિયોદર તાલુકા ની પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી ની ચૂંટણી માં ફરી એક વખત ભદ્રસિંહ રાઠોડ ની વરણી કરવામાં આવી છે. બે વાર ચેરમેન પદે સેવા આપ્યા બાદ ત્રીજા ટર્મ માં પણ બિન હરીફ વરણી કરવામાં આવતા મિત્રો અને શિક્ષકો એ શુભેચ્છા ઓ પાઠવી હતી ત્યારે બીજી તરફ વાઇસ ચેરમેન પદે ડાયાભાઇ જોષી ની પણ…

Read More

દિયોદર ના કુવાતા પાસે બાઇક પર સવાર એક જ પરિવાર ના ત્રણ સભ્યો ને ટક્કર મારનાર ઇનોવા ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર, દિયોદર તાલુકા કુવાતા ગામ પાસે તા. 27/9/2020 ના રોજ કુવાતા ગામે રહેતા અમરસિંહ ધુખજી વાઘેલા તેમના પરિવાર જનો સાથે બાઇક નંબર G J 08 CD 4803 લઈ ગામ નજીક બાઇક પર ઉભા હતા. ત્યારે ત્યાંથી પસાર થતી ઇનોવા ગાડી નંબર MH 01 AL 5993 ના ચાલકે પુર ઝડપે ગાડી ચલાવી બાઇક ચાલક ને ટક્કર મારતા બાઇક પર સવાર અમરસિંહ ધુખજી વાઘેલા તથા તેમના પત્ની કૈલાસબા અમરસિંહ વાઘેલા અને તેમની બહેન કમળાબા ધુખજી વાઘેલા ને ગંભીર ઇજા પોહચી હતી. જેમાં ત્રણ લોકો ને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થ…

Read More

બનાસકાંઠા જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મનિષ જે ફેન્સી નું સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લા પંચાયત પાલનપુર મુકામે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનિષ.જે.ફેન્સી નું જિલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિ ના ચેરમેન ભલજીભાઈ રાજપૂત, લાયન્સ સ્કૂલ લાખણીના સંચાલક હેમુભા સોઢા, આરોગ્ય સમિતિ નાં સભ્ય જીલ્લા પંચાયત સદસ્ય, પુરણસિંહ જે વાઘેલા, જામાભાઈ દેસાઈ, જયંતીભાઈ વાઘણીયા દ્વારા સાફો પહેરાવી, સન્માનપત્ર અને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : કનુજી ઠાકોર-, કાંકરેજ

Read More

રાજપીપલા ખાતે કચ્છ રાપર મુકામે એડવોકેટ ની નિમૅમ હત્યા બાબતે તથા ઉતર પ્રદેશ ના હાથસર મા યુવતી સાથે ગેંગરેપ થયો તે બાબતે સ્વયં સૈનિક દળના દલિત સમાજ ના યુવાનો દ્વારા જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, રાજપીપલા,  પ્રાપ્ત માહિતી અનુસાર તા.25/9/2020ના રોજ કચ્છ જિલ્લાના રાપર મુકામે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ધાતકી હત્યા કરવામાં આવી. તથા ત્યાર પહેલાં ની ધટના ઉતર પ્રદેશ ના હાથસર માં તા.14/9/2020ના રોજ અેક 19 વષૅની યુવતી પર બળાત્કાર ગુજારી, યુવતી ની જીભ કાપી લેવાઈ, ત્યાર બાદ યુવતી નુ હોસ્પિટલમાં દુ:ખદ મૃત્યુ થાય છે. આવી અવાર નવાર બનતી ધટના આે અટકાવવા માટે આ આવેદનપત્ર સાથે તંત્ર ને ધ્યાન દોરવામા આવે છે અને દલિત સમાજ ના ‘સ્વયં સૈનિક દળ’ આ બાબત થી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર સાથે ઉગ્ર માંગ કરે છે કે…

Read More

કોડીનાર ની અમ્બુજા સિમેન્ટ સામે નોકરી ની માંગ સાથે અંનસન પર ઉતરેલા વડનગર ગામના યુવાનો

હિન્દ ન્યૂઝ, કોડીનાર, અન્શન કરી રહેલા યુવાનો પેકી ના 3 યુવાનો ની પોલીસે દ્વારા સરકારી હોસ્પિટલ મેડિકલ માટે લઈ જવાયા છેલા 4 દિવસ થી યુવાનો રોજગારી ની માનગ સાથે અમ્બુજા કમ્પની સામે ઘરના પર ઉતર્યા અને ત્યાર બાદ અન્શન પર ઉતરતા કોડીનાર પોલીસે ત્રણ યુવાનો ને મેડિકલ માટે હોસ્પિટલ ખસેડાયા રિપોરતેર : તુલસી ચાવડા ગીર સોમનાથ

Read More

ગીર સોમનાથ જિલ્લામાં તા.૧ ઓક્ટોબર થી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા હાથ ધરાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૨૯, ગુજરાત સરકાર દ્રારા વર્ષ ૨૦૨૦ ખરીફ સિઝન માટે રૂા.૫૨૭૫ પ્રતિ કવિન્ટલ રૂા.૧૦૫૫ પ્રતિમણના ટેકાના ભાવેથી મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે દરેક ગામમાં ઈ-ગ્રામ કેન્દ્ર ઉપરથી વી.સી.ઈ. મારફત તથા જિલ્લાના વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર તથા ઉના એ.પી.એમ.સી.સેન્ટર ખાતેથી તા.૦૧-૧૦-૨૦૨૦ થી તા.૨૦-૧૦-૨૦૨૦ સુધી નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નોંધણી સમયે આધારકાર્ડની નકલ, બેન્ક પાસબુકની નકલ, બેન્કનો કેન્સલ ચેક, ગામ નમુના નં.૭, ૧૨ તથા ૮-અનો ઉતારો તથા તલાટી પાસેથી મગફળીના વાવેતરનો દાખલો સહિતના પુરાવાઓ સાથે લાવવાના…

Read More