ગીર સોમનાથ જિલ્લામાં તા.૧ ઓક્ટોબર થી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા હાથ ધરાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

તા.૨૯, ગુજરાત સરકાર દ્રારા વર્ષ ૨૦૨૦ ખરીફ સિઝન માટે રૂા.૫૨૭૫ પ્રતિ કવિન્ટલ રૂા.૧૦૫૫ પ્રતિમણના ટેકાના ભાવેથી મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે દરેક ગામમાં ઈ-ગ્રામ કેન્દ્ર ઉપરથી વી.સી.ઈ. મારફત તથા જિલ્લાના વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર તથા ઉના એ.પી.એમ.સી.સેન્ટર ખાતેથી તા.૦૧-૧૦-૨૦૨૦ થી તા.૨૦-૧૦-૨૦૨૦ સુધી નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

નોંધણી સમયે આધારકાર્ડની નકલ, બેન્ક પાસબુકની નકલ, બેન્કનો કેન્સલ ચેક, ગામ નમુના નં.૭, ૧૨ તથા ૮-અનો ઉતારો તથા તલાટી પાસેથી મગફળીના વાવેતરનો દાખલો સહિતના પુરાવાઓ સાથે લાવવાના રહેશે અને નોંધણી માટે કોઈપણ ચુકવણી કરવાની નથી. તા.૨૧-૧૦-૨૦૨૦ થી ૯૦ દિવસ સુધી એ.પી.એમ.સેન્ટર ઉપરથી મગફળીની ખરીદી થવાની છે. રજીસ્ટેશન થયેલ ખેડૂતોને એસ.એમ.એસ.દ્રારા તારીખ અને સમયની જાણ કરાશે. ત્યારબાદ તેઓએ તેમની મગફળી લઈ આવવાની રહેશે ત્યારે નોંધણીની સ્લીપ ફરજીયાત લાવવાની રહેશે. આ અંગે કોઈ પ્રશ્ર્ન હોય તો જિલ્લાકક્ષાએ કાર્યરત કંટ્રોલરૂમ નં.૦૨૮૭૬-૨૮૫૦૬૩ ઉપર સંર્પક કરવો. એ.પી.એમ.સી.સેન્ટર ઉપર કોવિડ-૧૯ની સુચના સોશ્યિલ ડીસ્ટસીંગ જળવવાનું રહેશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી સુશિલ પરમારની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment