રાજકોટ શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે ફરતા શખ્સને માલવીયાનગર પોલીસ ઝડપી લીધો હતો

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૪/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માલવીયનગર પોલીસ મથકના P.I કે.એમ.ભુકણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના P.S.I વી.કે.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન પો.હેડ.કોન્સ. મસરીભાઈ ભેટારીયા, પો.કોન્સ. ભાવેશભાઈ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને મળેલ સંયુક્ત ખાનગી હકિકત આધારે ખીજડાવાળા મેઈન રોડ, મામા સાહેબ મંદીર પાસેથી અજીતસિંહ જોરૂભા જાડેજાને રૂ.૧૦ હજારની કિંમતની ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે રોહીત ભીખાભાઇ જેઠવાનું નામ ખુલતા પોલીસે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં મોબાઇલ ફોનની ચીલઝડપ અને સાઇકલ ચોરી કરનાર ઈસમને માલવીયાનગર પોલીસ ઝડપી લીધો હતો

હિન્દ ન્યૂઝ, રાજકોટ,                    તા.૧૪/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ નાયબ પો.કમિ. મનોહરસિંહ જાડેજાએ હાલમાં મોબાઈલ ચીલઝડપ તથા ચોરીનાં ગુન્હાઓ અટકાવવા અને ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અંતર્ગત માલવીયનગર પોલીસ મથકના P.I કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સકોર્ડના P.S.I વી.કે.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે મામલતદાર કચેરી P.D.M કોલેજ સામેથી ચીલઝડપ કરેલ મોબાઇલ ફોન અને ચોરાઉ સાઇકલ સાથે સંજય બીપીનભાઈ સરવૈયાને ઝડપી લીધો…

Read More

રાજકોટ શહેર હોટલ સંચાલક પાસેથી ઉધરાણી કરતા નામચીન શખ્સને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ

હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૧૪/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કાલાવાડ રોડ પર શિવસૃષ્ટિ પાર્કમાં રહેતા અને પેડક રોડ પર ચંપકનગરમાં કુબેર હોટલ ધરાવતા ધવલભાઇ ભરતભાઇ મીરાણીએ ભૂપત ભરવાડ દ્વારા છેલ્લા ૩ વર્ષથી ધાક, ધમકી આપીને ૭૦ લાખ રૂપિયા પડાવ્યાની ક્રાઇમ બ્રાંચમાં અરજી કરી હતી. હોટલ સંચાલકની ફરિયાદ મુજબ, પોતે ૨૦૧૭ માં કુવાડવા રોડ ઉપર પ્લોટ ખરીદવા માટે રૂ.૧૭ લાખ ટોકન આપ્યું હતું. આ સોદાની જાણ થતાં ભૂપતના ભાગીદારે ધવલભાઇને ઓફિસે બોલાવ્યા હતા. અને એ પ્લોટ અમારે ખરીદવાનો હતો, તે ખરીદી લેતા અમારે ૨ કરોડની નુકશાની ગઇ તેમ કહી ઓફિસના ઉપરના માળે…

Read More

વડોદરા ગ્રામ્ય એલ.સી.બીની ટીમે દ્વારા ડભોઇ નજીકના પણસોલી ગામ માંથી જુગારધામ ઝડપાયું

હિન્દ ન્યૂઝ, વડોદરા વડોદરા ગ્રામ્ય ની એલસીબી ટીમ ના સ્ટાફના માણસોને પાકી બાતમી મળી હતી કે ડભોઇ નજીકના પણસોલી ગામ માં જુગાર રમાઇ રહ્યો છે. જેથી પેટ્રોલિંગમાં રહેલ પોલીસ જવાનોએ ડભોઇ નજીકના પણસોલી ગામની સીમમાં કાસુડી વાગામાં લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ જુગારીયાઓને પાનાપત્તા સાથે અને સાથે દાવ પર લાગેલા રૂપિયા સહિત ઝડપી પાડયા હતા. આમ એલસીબીની ટીમે સદર હકીકતના આધારે નજીકમાં થી બે પંચના માણસો ને બોલાવી પોલીસ તંત્રના જવાનો અને પંચોને ઉપરોક્ત વાતની હકીકત થી વાકેફ કરી જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડયા હતા. જેથી…

Read More

દેવગઢ બારિયા તાલુકાના ડાગરીયા ગામમાં અજગર રેસ્કયુ કરવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારિયા દેવગઢ બારિયા તાલુકાના ડાગરીયા ગામમાં રહેતા વિનોદ ભાઈ મોહીત ભાઈ ના ખેતરમાં બારીયા વનવિભાગ ના સ્ટાફ ના માર્ગ દર્શન હેઠળ અને કિંગ ઓફ રાજમહેલ સ્નેક રેસ્કયુ ટીમ દ્વારા અંદાજે 14 ફુટ લાંબો અને 30 કિલોગ્રામ વજન ધરાવતા વિશાળકાય અજગર સફળતા પુર્વક રેસકયુ કરવામાં આવ્યું હતું. જે વનવિભાગ ની ઉપસ્થિતિ માં ઉંચાણવાળા જંગલમાં સફળતા પુર્વક છોડવા મા આવ્યો હતો. રિપોર્ટ : અનસ ટુણીયા, દેવગઢ બારિયા

Read More

ગીર સોમનાથ જિલ્લાની પ્રાથમિક મતદારયાદી પ્રસિધ્ધ કરાઈ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૧૨, ગીર સોમનાથ જિલ્લાની તમામ જિલ્લા/તાલુકા પંચાયત તથા વેરાવળ-પ્રભાસપાટણ અને ઉના નગરપાલિકાની સમાન્ય ચૂંટણી નવેમ્બર ડિસેમ્બર-૨૦૨૦માં યોજાનાર છે. તા.૦૯-૧૦-૨૦૨૦ના રોજ મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધી કરવામાં આવેલ છે. ફોટાવાળી આખરી મતદારયાદી તા.૨૩-૧૦-૨૦૨૦ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. પોતાના નામની મતદારયાદીમાં ચકાસણી માટે મતદાર નોંધણી અધિકારી, મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે સંપર્ક કરી શકાશે. આ અંગે સબંધિત દાવા મતદાર નોંધણી અધિકારી પાસે છેલ્લી તા.૧૪-૧૦-૨૦૨૦ સુધીમાં રજુ કરી શકાશે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ૨૮ અને તાલુકા પંચાયતની ૧૨૮ બેઠકો છે. જિલ્લા અને…

Read More

શિયાળા ની ૠતુ (ઠંડીની મોસમ) માં નર્મદા જીલ્લાનુ સૌથી લોકપ્રિય ફળ ‘સિતાફળ’

હિન્દ ન્યૂઝ, નર્મદા, હાલની ઠંડી ની શરૂઆત ની મોસમ માં શિયાળાની શરૂઆતમાં નર્મદા જીલ્લાનુ સૌથી લોકપ્રિય અને ઉત્તમ મનાતુ ફળ અેટલે સિતાફળ. નર્મદા જીલ્લા ની આસપાસ ના ડુંગર વિસ્તારમા કુદરતી પરિસ્થિતિમાં થતુ આ ફળ શિયાળામાં ખૂબ લોકપ્રિયતા છે. રાજપીપલા ની આસપાસના વિસ્તારોના ગામો, બારાખડી, ધિરખાડી, ઝરવાણી જેવા ડુંગર વિસ્તાર ના લોકો સિતાફળ ના વેચાણ માટે ટોપલા ભરી ભરીને વહેલી સવારે રાજપીપળા ના બજાર માં લાવતા હોય છે અને આજીવિકા મેળવે છે. રાજપીપલા થી અંકલેશ્વર, ભરુચ, સુરત સુધિ સિતાફળ વેચાણ માટે મોકલવામાં આવે છે. આમ મોટા શહેરોમાં પણ સિતાફળ ની બોલબાલા…

Read More

COVID-19 અંતર્ગત માહિતી૧૩/૧૦/૨૦૨૦

હિન્દ ન્યૂઝ, મોડાસા, નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ-૪૦ ટીમો…

Read More

અરવલ્લીમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ વિજય રથનું પરીભ્રમણ

હિન્દ ન્યૂઝ, અરવલ્લી,                      કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજ્યમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત ઝોનના કોવિડ વિજય રથનું બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લા બાદ અરવલ્લી જિલ્લામાં ચાલી રહ્યું છે. અરવલ્લી જિલ્લા મા કોવિડ વિજય રથ ને અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારો જેવા કે મોડાસા, વૉલ્વા, મુંશીવાડા, છીનાવાડ, નાથાવાસ, કૂંભેરા, મેઘરજ, વાસણા,…

Read More

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સંયુક્ત ઉપક્રમે કોડીનાર ખાતે એગ્રો ઈનપુટ ડીલરો માટેનો એક દિવસીય વેબીનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૧૩, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ગીર સોમનાથનાં સંયુક્ત ઉપક્રમે કોડીનાર કેવીકે ખાતે કપાસમાં ગુલાબી ઇયળ અને મકાઈમાં ફોલ આર્મીવોર્મના સંકલિત નિયંત્રણ વિશે ઓન લાઇન વેબીનાર યોજાયો હતો. આ વેબીનારમાં સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ ડી.બી.ગજેરાએ ખાસ કરીને એગ્રો ઈનપુટ ડીલરોને ન માત્ર ધંધાકીય રીતે પરંતુ ખેડૂતોના કલ્યાણ માટે પણ સાચુ માર્ગદર્શન આપ્યું હતું. નાયબ ખેતી નિયામક વિસ્તરણ ડી.એચ.ગઢીયાએ હાલની ગીરસોમનાથ જિલ્લાની કપાસનું વાવેતર કરતા ખેડૂતોની પરિસ્થિતી તથા અન્ય મુશ્કેલીઓની ચર્ચા કરી હતી. વૈજ્ઞાનિક અને કેવીકેના વડા જીતેન્દ્ર સિંહે હાલમાં સાંસદમાં મંજૂર થયેલા કૃષિ…

Read More