રાજકોટ શહેરમાં વસ્તી અને વિસ્તારમાં પણ વધારો થતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને પહોચી વળવા માટે ગૃહવિભાગ દ્વારા રાજકોટ માટે ૪૫૨ સ્ટાફ વધારે મંજુર કર્યો છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું હોમટાઉન ઉપરાંત અન્ય મંત્રીઓની સતત અવર જવર રહેતી હોવાથી તેમના V.V.I.P બંદોબસ્તને પહોચી વળવા માટે પોલીસ સ્ટાફની વધારે જરૂર રહેતી હતી. તેમજ તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા માધાપર, ઘંટેશ્ર્વર સહિતનો વિસ્તાર ભેળવ્યો હતો. આ પહેલાં કોઠારિયા અને વાવડીનો વિસ્તાર શહેરમાં ભેળવ્યો હોવાથી નવા ભળેલા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોવાથી વધારે પોલીસ સ્ટાફની જરૂરીયાત અંગે અવાર નવાર ગૃહમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા થતી રજુઆતાના પગલે ૪૫૨ પોલીસ સ્ટાફ વધારે ફાળવવા માટે બજેટમાં જોગવાય કરવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની…

Read More

ખેડબ્રહ્મા તાલુકાના મંડપ અસોસિયન ની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકાના મંડપ એસોિયેશન ની મિટિંગ યોજાઈ તેમાં ગુજરાત મંડપ એસોિયેશનના અને સાબરકાંઠા જિલ્લા મંડપ એસોસિયશનના સભ્યો હાજર રહ્યા હતા. રાજુભાઈ અમીન ગુજરાત મંડપ એસોસિયેશન ના મહામંત્રી, દસરથ ભાઈ પરમાર ગુજરાત મંડપ એસોસિયેશન ના કારોબારી સભ્ય, અશોક ભાઈ સથવારા સાબરકાંઠા જીલ્લા મંડપ એસોસિયેશન ના પ્રમુખ, જતીનભાઈ પટેલ સાબરકાંઠા જીલ્લા મંડપ એસોસિયેશન ના મહામંત્રી, જીજ્ઞેશભાઈ પટેલ સાબરકાંઠા જીલ્લા મંડપ એસોસિયેશન ના ખજાનચી, હેતપાલ સિંહ પરમાર સાબરકાંઠા જીલ્લા મંડપ એસોસિયેશન ના ઓડિટર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરી માં ખેડબ્રહ્મા તાલુકા મંડપ એસોસિયેશન માં પ્રમુખ, ઉપપ્રમુખ ની વરની…

Read More

ગોંડલ આસ્થાનું કેન્દ્ર શ્રી આશાપુરા માતાજીનું મંદિર નવરાત્રી દરમ્યાન ભક્તજન માટે ખુલ્લું મુકાશે

હિન્દ ન્યૂઝ, ગોંડલ ગોંડલમાં હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર શ્રી આશાપુરા માતાજીનું મંદિર કોરોના મહામારી ના કારણે દર્શન બંધ હતા પરંતુ નવરાત્રી દરમ્યાન તા.૧૭/૧૦/૨૦૨૦ થી ૨૨/૧૦/૨૦૨૦ સુધી સવારે ૮:૦૦ થી બપોરના ૧૨:૦૦ સુધી દર્શન ખુલા રહેશે. આ સાથે તા.૨૩/૧૦/૨૦૨૦ ના અષ્ટમીના દિવસે હવનના દર્શન સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી રહેશે. કોરોના સંક્રમણ ન ફેલાય તે હેતુથી મંદિરનો મુખ્ય દ્વાર બંધ રહેશે. દર્શનાર્થી પટાંગણમાંથી દર્શન કરી શકાશે. દર્શનાર્થી એ ફરજિયાત માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તથા સેનેટાઇઝ તથા હાથ ધોવા માટે હેન્ડ વોશ ની મંદિર તરફ થી સુંદર વ્યવસ્થા કરવામાં…

Read More

રાજકોટ શહેરના પ્રદ્યુમન પાર્ક પાછળ ભીચરી જતાં રસ્તે ખરાબામાં વિદેશીદારૂ વેંચતો એક ઈસમને આજીડેમ પોલીસે ઝડપી પાડેલ છે

હિન્દ ન્યૂઝ,રાજકોટ તા.૧૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં પ્રદ્યુમન પાર્ક પાછળના ભીચરી જતાં રસ્તે ખરાબામાં ઝાડી જાખરામાં વિદેશીદારૂ વેંચાતો હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કિશોર ડાયા રાઠોડ નામના શખ્સને ૨૮ હજારની કિંમતની ૬૦ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસ તપાસ દરમ્યાન આરોપી અગાઉ ત્રણ વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

ભુજ ખાતે બહુસંખ્ય સમાજ દ્વારા દેવજીભાઈ ની હત્યા તેમજ હાથરસ માં બનેલ ઘટના બાબતે મહારેલીનું આયોજન

હિન્દ ન્યૂઝ, કચ્છ તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ મૂળનિવાસી બહૂસંખ્ય સમાજ દ્વારા રાપર માં થયેલ દેવજીભાઈ ની હત્યા તેમજ હાથરસ માં બનેલ ઘટના માં મનીષા બહેનનું બળાત્કાર કરીને, જીભ કાપીને માનવતા ને સરમસાર કરી છે. તેમજ લાશને પરિવારજનોને ન આપતા પ્રશાસન દ્વારા સળગાવી દીધી. આથી આ ઘટનાં તેમજ દેશ આખામાં થઈ રહેલ બળાત્કાર તેમજ હત્યાઓ નો જાહેર માં વિરોધ પ્રદર્શન કરવા બહુજન સમાજ (મેઘવાળ, મુસ્લિમ, સિખ, બુદ્ધિસ્ટ, ઈશાઈ, બક્સીપંચ, પછાતવર્ગ) તમામ ભારતના મૂળનિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી મહારેલી નું આયોજન ભુજ ખાતે રાખવામાં આવ્યું. તેમજ સરકાર વિરોધ ના સૂત્રોચારણ કરીને વિરોધ…

Read More

રાજકોટ શહેર ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને તેમની કાબેલીયત અને સિનિયોરટીને ધ્યાને લઇને સમગ્ર સૌરાષ્ટ્રના સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ગુનાખોરીને અંકુશમાં લેવા ખાસ પ્રકારની એપ્લીકેશન લોંચ કરી છે. અને આ એપના ઉપયોગથી કામગીરી વધુ અસરકારક બની છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં એડીશનલ D.G.P ક્ક્ષાના અધિકાર રેન્જ I.G.P તરીકે D.I.G કક્ષાના અધિકારીઓ છે. આશિષ ભાટિયા પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના વડા હતા. એ સમયે રાજકોટના બે ચકચારી અપહરણ સહિત રાજ્યના અન્ય શહેર, જીલ્લાના ગંભીર બનાવોમાં તેમના અનુભવના આધારે ભેદ ઉકેલ્યા હતા. સિનીયર અધિકારીઓની અનુભવથી પોલીસની કામગીરીને વધુ નિખારી શકાય અને જૂનિયર અધિકારીઓને માર્ગદર્શન મળી રહે એ માટે એડીશનલ D.G.P કક્ષાના મનોજ અગ્રવાલ જેવા…

Read More

રાજકોટ ખાતે સામાન્ય બાબતમાં બોગસ Facebook I.D થી પાડોશીની પત્નીના ફોટો મૂકી બિભત્સ ટિપ્પણી કરી

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના જામનગર રોડ પર પરસાણાનગરમાં શાંતિનિકેતન પાર્કમાં રહેતા અને હાલ ભૂજમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં બીલીંગ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સુખદેવસિંહ નવલસિંહ ઝાલાએ રાજકોટમાં તેની જ સોસાયટીમાં પડોશમાં રહેતા મયુર સંજયકુમાર માનકર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત મુજબ, પોતે ભૂજ ખાતે નોકરી હોવાથી અઠવાડિયા, ૧૫ દિવસે રાજકોટ પરિવાર પાસે આવે છે. પત્ની વર્ષાબા અને પ વર્ષનો એક પુત્ર રાજકોટ જ રહે છે. ૧૭ માર્ચના રોજ કોઇ અજાણ્યા શખ્સે ફરિયાદી સુખદેવસિંહના નામે બોગસ Facebook I.D બનાવી અને એ I.D ઉપરથી સુખદેવસિંહને જ મેસેન્જર…

Read More

રાજકોટ શહેર ના હડમતાળા નજીકથી L.C.B અને S.O.G પોલીસે વિદેશીદારૂ ભરેલો ટ્રક પકડી પાડેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર S.O.G અને L.C.B પોલીસે બાતમીના આધારે હડમતાળા થી ભુણાવા ગામ તરફ જતા રોડ પરથી L.C.B P.I એ.આર.ગોહીલ S.O.G જયવિરસીંહ રાણા સહીતનાઓએ RJ-27-5454 નંબરનો ટ્રકની તલાશી લેતા ચુનાની બોરીની આડમા છુપાવેલ તેમાથી ૬૪૫૬ બોટલ વિદેશીદારૂ મળી આવ્યો હતો. પોલીસ ટ્રક ચાલક રાજસ્થાનના પર્વતસીંગ ભવરસીંગ સીસોદીયા રહે. મુળ.ભાગલ ગામ. કુંતવાસ રાજસ્થાનના ને રંગે હાથ જડપી લીધો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા લક્ષ્મીરામ ઉર્ફે લચ્છીરામ આહિરને પકડવા તપાસ તેજ કરી છે. પોલીસે ટ્રકમાથી ૭૫૦ M.L ની ૧૫૬૦ બોટલ અને ૧૮૦ M.L ની ૪૮૯૬ બોટલ બંનેની…

Read More

છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ સમારંભ યોજાયો

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના વડાથમક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સવાસદનના પટાંગણમાં જિલલા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં કોરોના વાઇરસ કોવિડ-૧૯ મહામારીના સંક્રમણને અટકાવવા તથા લોકોમાં જાગૃતિ આવે એ માટે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના લોકોમાં કોરોના વાઇરસ કોવિડ-૧૯ અંગે જાગૃતિ આવે એ માટે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલન અંતર્ગત કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે લોકોમાં જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધુએ, સેનીટાઇઝરનો ઉપયોગ અને ૬ ફુટનું અંતર રાખે તે બહુ જરૂરી છે. દેશમાં શરૂ કરવામાં આવેલા જનઆંદોલનના ભાગરૂપે…

Read More

છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા કોવિડ-૧૯ને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડયું

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર                                     હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID -19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ, ફોજદારી કાર્યરિતી અધિનિયમ- (સી.આર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં.ર) ની કલમ-૧૪૪ અને ગુજરાત એપેડેમિક ડિસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૩ અને ૩૪ અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૧૬/૧૦/૨૦૨૦ થી અમલમાં આવે તે રીતે નીચે મુજબની કાર્યપધ્ધતિ અપનાવવામાં માટે જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામામાં જણાવ્યાનુસાર…

Read More