રાજકોટ શહેરના પ્રદ્યુમન પાર્ક પાછળ ભીચરી જતાં રસ્તે ખરાબામાં વિદેશીદારૂ વેંચતો એક ઈસમને આજીડેમ પોલીસે ઝડપી પાડેલ છે

હિન્દ ન્યૂઝ,રાજકોટ

તા.૧૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં પ્રદ્યુમન પાર્ક પાછળના ભીચરી જતાં રસ્તે ખરાબામાં ઝાડી જાખરામાં વિદેશીદારૂ વેંચાતો હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કિશોર ડાયા રાઠોડ નામના શખ્સને ૨૮ હજારની કિંમતની ૬૦ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસ તપાસ દરમ્યાન આરોપી અગાઉ ત્રણ વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment