ભુજ ખાતે બહુસંખ્ય સમાજ દ્વારા દેવજીભાઈ ની હત્યા તેમજ હાથરસ માં બનેલ ઘટના બાબતે મહારેલીનું આયોજન

હિન્દ ન્યૂઝ, કચ્છ

તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ મૂળનિવાસી બહૂસંખ્ય સમાજ દ્વારા રાપર માં થયેલ દેવજીભાઈ ની હત્યા તેમજ હાથરસ માં બનેલ ઘટના માં મનીષા બહેનનું બળાત્કાર કરીને, જીભ કાપીને માનવતા ને સરમસાર કરી છે. તેમજ લાશને પરિવારજનોને ન આપતા પ્રશાસન દ્વારા સળગાવી દીધી. આથી આ ઘટનાં તેમજ દેશ આખામાં થઈ રહેલ બળાત્કાર તેમજ હત્યાઓ નો જાહેર માં વિરોધ પ્રદર્શન કરવા બહુજન સમાજ (મેઘવાળ, મુસ્લિમ, સિખ, બુદ્ધિસ્ટ, ઈશાઈ, બક્સીપંચ, પછાતવર્ગ) તમામ ભારતના મૂળનિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી મહારેલી નું આયોજન ભુજ ખાતે રાખવામાં આવ્યું. તેમજ સરકાર વિરોધ ના સૂત્રોચારણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ બનેલ ઘટના ને તંત્ર દ્વારા યોગ્ય ન્યાય મળી રહે એ અપેક્ષા કરવાં આવી.

રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ

Related posts

Leave a Comment