રાજકોટ શહેર ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને તેમની કાબેલીયત અને સિનિયોરટીને ધ્યાને લઇને સમગ્ર સૌરાષ્ટ્રના સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ

તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ગુનાખોરીને અંકુશમાં લેવા ખાસ પ્રકારની એપ્લીકેશન લોંચ કરી છે. અને આ એપના ઉપયોગથી કામગીરી વધુ અસરકારક બની છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં એડીશનલ D.G.P ક્ક્ષાના અધિકાર રેન્જ I.G.P તરીકે D.I.G કક્ષાના અધિકારીઓ છે. આશિષ ભાટિયા પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના વડા હતા. એ સમયે રાજકોટના બે ચકચારી અપહરણ સહિત રાજ્યના અન્ય શહેર, જીલ્લાના ગંભીર બનાવોમાં તેમના અનુભવના આધારે ભેદ ઉકેલ્યા હતા. સિનીયર અધિકારીઓની અનુભવથી પોલીસની કામગીરીને વધુ નિખારી શકાય અને જૂનિયર અધિકારીઓને માર્ગદર્શન મળી રહે એ માટે એડીશનલ D.G.P કક્ષાના મનોજ અગ્રવાલ જેવા અધિકારીને સૌરાષ્ટ્રનું સુપરવિઝન સોંપવામાં આવેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment