રાજકોટ ખાતે સામાન્ય બાબતમાં બોગસ Facebook I.D થી પાડોશીની પત્નીના ફોટો મૂકી બિભત્સ ટિપ્પણી કરી

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના જામનગર રોડ પર પરસાણાનગરમાં શાંતિનિકેતન પાર્કમાં રહેતા અને હાલ ભૂજમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં બીલીંગ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સુખદેવસિંહ નવલસિંહ ઝાલાએ રાજકોટમાં તેની જ સોસાયટીમાં પડોશમાં રહેતા મયુર સંજયકુમાર માનકર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત મુજબ, પોતે ભૂજ ખાતે નોકરી હોવાથી અઠવાડિયા, ૧૫ દિવસે રાજકોટ પરિવાર પાસે આવે છે. પત્ની વર્ષાબા અને પ વર્ષનો એક પુત્ર રાજકોટ જ રહે છે. ૧૭ માર્ચના રોજ કોઇ અજાણ્યા શખ્સે ફરિયાદી સુખદેવસિંહના નામે બોગસ Facebook I.D બનાવી અને એ I.D ઉપરથી સુખદેવસિંહને જ મેસેન્જર દ્વારા મેસેજ કર્યા હતા. પોલીસે આરોપીની ઓળખ મેળવવા સાયબર સેલની મદદ લેતા બોગસ Facebook I.D રાજકોટમાં ફરિયાદી સુખદેવસિંહ રહે છે. એ સોસાયટીમાં જ રહેતા મયુર સંજયકુમાર માનકરે બનાવીને ફોટા અપલોડ કરી બિભત્સ ટિપ્પણી કર્યાનું ખુલ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને પુછપરછ કરતા સોસાયટીમાં પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલુ હતી. ત્યારે ફરિયાદીની કાર પાર્ક કરવા મામલે બોલાચાલી થઇ હતી. એ ઝગડાનું વેર વાળવા આવું કૃત્ય કર્યું હતું. આરોપીના પિતા P.G.V.C.L માં ફરજ બજાવતા હોવાનું જણાવાયું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment