હિન્દ ન્યુઝ, સોમનાથ
“સોમનાથ અમૃતપર્વ-2026” અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર વચ્ચે સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર 11મી મેએ 11 તીર્થોના જળથી કુંભાભિષેક થશે; 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે, મંત્રોચ્ચાર સાથે કરાશે અભિષેક.
8 ફૂટ ઊંચાઈના અને 1,100 લીટર પાણી સમાવવાની ક્ષમતાના અને 760 કિ.ગ્રા.ના કળશ દ્વારા સોમનાથ મંદિર પર અભિષેક થશે; ત્રણ મિનિટમાં કળશમાં રહેલું પાણી રિમોટ દ્વારા સેન્સરથી અભિષેકરૂપે મંદિર પર પ્રક્ષાલિત થશે.
