રાજકોટ શહેરનું નામાંકિત સેવાભાવી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જયેશભાઇ ઉપાધ્યાય નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ, રાજકોટ શહેરનું નામાંકિત સેવાભાવી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઇ ઉપાધ્યાય નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અનેક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જયેશભાઇએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. લોકોના આશીર્વાદ અને મહાદેવ ના આશીર્વાદ મારી સાથે છે. હું સ્કૂટર લઈ ને હોસ્પિટલમાં આવ્યો છું. ઘોડા જેવો થઈ ને અહીં થી બહાર નિકળીશ. લોકડાઉન દરમ્યાન બોલબાલા ટ્રસ્ટ દ્વારા દરરોજ ના ૩૭ હજાર લોકોને ટિફિન પોહચાડવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. હંમેશા લોકોની મદદે જયેશભાઇ તત્પર રહ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ તેઓ જલ્દીથી સાજા થાય તે…

Read More

રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કારણે વધુ એક દર્દીનો ભોગ, છેલ્લા ૨૪ કલાકમાં ૩ ના મોત થતા છે

રાજકોટ, રાજકોટ શહેરમાં કોરોનાના કારણે ત્રીજા દર્દીએ જીવ ગુમાવ્યો છે. રાજકોટ શહેરના રૈયા ટેલીફોન એક્સચેન્જ વિસ્તારમાં આવેલ અનામિકા સોસાયટીમાં રહેતા રાજુભાઇ મેપાભાઇ સોલંકી ઉ.૬૩ નું આજે બપોરે મોત નિપજ્યુ છે. તેમને કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૩ લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. સવારે એક મહિલા અને પુરુષનું કોરોનાથી મૃત્યુ થયું હતું. આ સાથે આજના દિવસમાં ૩ લોકોના મોત નિપજતા આરોગ્ય વિભાગ ચિંતામાં પડયું છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી ૯ લોકો મોતને ભેટયા છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર માલિયાસણ ચોકડી પાસેથી કારમાં ૧૬ કિલો ગાંજો લઈને આવતા ગાયક કલાકારની ધરપકડ

રાજકોટ, રાજકોટ શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી ઉપર વોચ રાખવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, J.C.P ખુર્શીદ અહેમદ, D.C.P મનોહરસિંહ જાડેજા, D.C.P પ્રવિણકુમાર મીણાની સુચનાથી A.C.P ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા અને S.O.G P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ P.S.I અસલમ અંસારી અને તેમની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન જીતુભા ઝાલા, ફિરોજભાઈ રાઠોડ, વિજેન્દ્રસિંહ ઝાલાને ખાનગીરાહે મળેલી હકીકત આધારે પ્રદીપસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ અને ફર્લો સ્ક્વોડના ઝહીરભાઈ ખફીક સહિતનાને સાથે રાખીને માલિયાસણ સોખડા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી I-૨૦ કાર પસાર થતા તેને અટકાવી જડતી લેતા સ્કૂલબેગ માંથી માદક પદાર્થ…

Read More

રાજકોટ શહેર કૉંગ્રેસના કાર્યકર્તાઓએ જીલ્લા પંચાયત ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી

રાજકોટ, રાજકોટ શહેરના કૉંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, ગાયત્રીબા વાઘેલા સહિતના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. પોલીસ કમિશનરે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમની રજૂઆત સાંભળી હતી. જેમાં કૉંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સમગ્ર મામલે રાજદીપસિંહ જાડેજાએ પોલીસ અધિકારીઓ સામે પોલીસે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત ગઇકાલે કરણી સેનાએ આ મામલે રેલી યોજી પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજકોટ શહેરમાં કૉંગ્રેસ સમિતિ દ્વારા ૨૯ જૂનના રોજ પેટ્રોલ ડીઝલના ભાવવધારાને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો. કૉંગ્રેસ નેતા રાજદીપસિંહ જાડેજાએ ઘોડા પર…

Read More

રાજકોટ શહેર નિવૃત્ત જેલ અધિક્ષક અરુણકુમાર.આર.વ્યાસ નું અવસાન થયેલ છે

રાજકોટ, તા.૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના નિવૃત્ત જેલ અધિક્ષક અરુણકુમાર.આર.વ્યાસ એક કડક, કાબેલ, શિસ્ત પાલનના ચુસ્ત આગ્રહી જેલ અધિકારી તરીકે ની છાપ ધરાવતા હતા. તેઓની કડક કામગીરીના કારણે તેઓ ઊપર માથાભારે અને અસામાજિક તત્વોને હંમેશા ખૂંચતા હતા. વ્યાસની અસરકારક કામગીરી ધ્યાનમાં રાખીને રાજકોટ ની જાણીતી સંસ્થા “દિકરાનું ઘરʼʼ દ્વારા દિપચંદ ગારડી એવોર્ડ થી તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની ઉપસ્થિતી માં એનાયત થયેલ હતો. ગુજરાતમાં મહત્વના શહેરોમાં જેલ અધિક્ષક તરીકે અમદાવાદ, રાજકોટ, વડોદરા, પોરબંદર, અમરેલી, ગોંડલ સહિતના સ્થાનો ઉપર જેલ અધિક્ષક તરીકે અસરકારક પ્રામાણિક અને કડક રીતે ફરજ બજાવનાર અને…

Read More