રાજકોટ શહેર કૉંગ્રેસના કાર્યકર્તાઓએ જીલ્લા પંચાયત ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી

રાજકોટ,

રાજકોટ શહેરના કૉંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, ગાયત્રીબા વાઘેલા સહિતના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. પોલીસ કમિશનરે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમની રજૂઆત સાંભળી હતી. જેમાં કૉંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સમગ્ર મામલે રાજદીપસિંહ જાડેજાએ પોલીસ અધિકારીઓ સામે પોલીસે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત ગઇકાલે કરણી સેનાએ આ મામલે રેલી યોજી પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજકોટ શહેરમાં કૉંગ્રેસ સમિતિ દ્વારા ૨૯ જૂનના રોજ પેટ્રોલ ડીઝલના ભાવવધારાને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો. કૉંગ્રેસ નેતા રાજદીપસિંહ જાડેજાએ ઘોડા પર બેસીને વિરોધ કર્યો હતો. ત્યારે પોલીસે વિરોધ રોકવા માટે ઘોડાને ફડાકો મારી રાજદીપસિંહ જાડેજાને નીચે ઉતાર્યા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment