રાજકોટ શહેરમાં જુદા-જુદા ચાર સ્થળોએ આપઘાતના બનાવ સામે આવ્યા છે

રાજકોટ, રાજકોટ શહેર કોઠારીયા રોડ પર પંચમુખી હોટલ પાસે રહેતા પ્રિયાબા હિતેન્દ્રસિંહ જાડેજા નામના ૨૯ વર્ષની પરિણીતાએ  ૨ વર્ષ પહેલા અમરેલીના ગામડામાં લગ્ન કર્યા બાદ છેલ્લા ૧ વર્ષથી પીયરે રિસામણે આવી હતી. ઘણી વાટાઘાટો છતાં દંપતિ વચ્ચે સમાધાન ન થતાં પ્રિયાબા જાડેજાએ કંટાળીને પોતાના ઘરે દુપટ્ટાવડે પંખા સાથે લટકાઈ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યા હતો. બામણબોર ગામમાં રહેતા નનાભાઈ અરજણભાઈ દલવાણીયા નામના ૩૫ વર્ષના યુવાને બામણબોરના સ્મશાનમાં ઝાડ પર દોરડા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. નવાગામ વિસ્તારમાં રહેતા અને ડીશ કનેકશનનું કામકાજ કરતા ભુપતભાઈ ઉકાભાઈ…

Read More

રાજકોટ શહેર સીનર્જી હોસ્પિટલ કોરોના માટે ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરી હતી. રાજકોટ કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા ઇચ્છુક ના હોય તેઓ માટે હવે સ્ટાર સીનર્જી હોસ્પિટલનો વધુ એક વિકલ્પ પ્રાપ્ત ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે. જેમાં સ્પે.ડોક્ટર અને સુપર સ્પે.ડોક્ટરની સેવા માટેના ચાર્જીસની સીલીંગ મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવેલ છે. જો રાજકોટમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધુ હોસ્પિટલની આવશ્યકતા જણાશે તો જે હોસ્પિટલ ડેડીકેટેડ હશે તેને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવશે. અહી એ ખાસ યાદ અપાવીએ કે સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિનામૂલ્યે જ કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવારનો…

Read More

રાજકોટ શહેર જીલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટી.બી નિયંત્રણ અર્થે લોકડાઉનના સમયમાં પણ ઉમદા કામગીરી કરવામાં આવી છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા ક્ષય અધિકારી ડો.એસ.જી.લક્કડ એ આપેલ વિગતો અનુસાર, રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે જાન્યુઆરીથી મે મહિના સુધીમાં રાજકોટ શહેરમાં ટી.બી.ના કુલ ૫૫૫ કેસ નોંધાયા હતા. જે પૈકી સરકારી હોસ્પિટલમાં ૧૨૨ અને ખાનગી હોસ્પિટલમાં ૪૩૩ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત રાજકોટ જીલ્લાના રાજકોટ, પડધરી, લોધીકા, જસદણ, વિંછીયા, ધોરાજી, જામકંડોરણા, કોટડાસાંગાણી, ગોંડલ, જેતપુર, ઉપલેટા સહિત ૧૧ તાલુકામાં ૧૧૮૨ ટી.બી.ના કેસ નોંધાયા હતા. જે પૈકી સરકારી હોસ્પિટલમાં ૧૦૮૯ અને ખાનગી હોસ્પિટલમાં ૯૩ કેસ નોંધાયા હતા. હાલ નોંધાયેલ તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.  …

Read More

રાજકોટ શહેર એસ.ટી.બસ પોર્ટ ૨૨ જુન સોમવારથી મુસાફરો માટે ખુલ્લું મુકાશે

રાજકોટ, રાજકોટ શહેર એસ.ટી.બસ પોર્ટ ૨૨ જુન સોમવારથી મુસાફરો માટે ખુલ્લું મુકાશે. ૨૨ જૂનથી ખોલવાની રાજકોટ શહેર કચેરી દ્વારા સતાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી. હવે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના નવા બસ સ્ટેશન ઉપરથી ૪૦% બસો ઊપડશે. તેમજ મંગળવાર કે ગુરુવાર સુધીમાં પ્લેટફોર્મ નંબર ૧ થી ૧૦ ની બસ ઉપડશે. અમદાવાદ-ઉતર-દક્ષિણ-મધ્ય ગુજરાતની બસો ઊપડશે. જયારે સૌરાષ્ટ્ર-કચ્છની બસો શાસ્ત્રી મેદાન પરથી ઊપડશે રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.

Read More

રાજકોટ શહેર દેશમાં એક માત્ર રાજકોટ શહેરને ‘વન પ્લાનેટ સિટી ચેલેન્જ’ સ્પર્ધામાં ‘નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા’ નો એવોર્ડ એનાયત

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેર (World Wide Fund for Nature) ‘One Planet City Challenge અંતર્ગત ગ્લોબલ કક્ષાએ ફરી એક વખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા ૨૦૧૯-૨૦ નો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. આ અગાઉ પણ રાજકોટ શહેર વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ માં નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા એવોર્ડ મેળવી ચૂકેલ છે. ગ્લોબલ જરી દ્વારા માર્ચ મહિનામાં ભારતના ત્રણ શહેરો કોચી, નાગપુર અને રાજકોટની નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા ફાઇનલિસ્ટ તરીકે સિલેક્શન…

Read More

રાજકોટ શહેર દુધની ડેરી પાસે મનહરપરામાં મોલીન કુરેશી નામના વ્યક્તિ પર મોડીરાતના ફાયરિંગ થયું હતું. C.C.T.V. કેમેરામાં કેદ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર દુધની ડેરી પાસે મનહરપરામાં મોલીન કુરેશી નામના વ્યક્તિ પર મોડીરાતના ફાયરિંગ થયું હતું. ઇમ્તિયાઝ રાઉમા અને તેના સાગરીતો મળી ૮ શખ્સોએ મોલીન કુરેશી પર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં હવામાં ફાયરિંગ કર્યા હતા. ઘટનાની જાણ થતા થોરાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને બે ભરેલા અને એક ખાલી કાર્ટીસ મળી આવ્યા હતા જે કબ્જે કર્યા હતા. આ બનાવમાં ૪ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોએ ૮ જેટલા વાહનોમાં તોડફોડ પણ કરી હતી. જો કે, સમગ્ર ઘટના C.C.T.V માં કેદ…

Read More

રાજકોટ શહેરના જીલ્લા પંચાયત ચોક ખાતે ૯ વાગ્યા બાદ ઘરની બહાર નીકળનાર ૪૦ લોકો સામે ગુન્હો નોંધાયો છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સવારે ૫ થી રાત્રી ૯ વાગ્યા સુધીની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે સવારે ૮ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાની પણ સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. રાજકોટમાં જીલ્લા પંચાયત ચોક ખાતે એ.સી.પી ડિયોરા તેમજ પી.આઈ વી.એસ. વણઝારા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૯ વાગ્યા બાદ બહાર નીકળનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં અવી. જેમાં ૪૦ જેટલા લોકો સામે કેસો નોંધાયા છે.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર ૨૩ મી જૂનથી રાજકોટ-મુંબઈ વચ્ચેની ફ્લાઇટ્ ઉડાન ભરશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સ્પાઈસ જેટની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી હતી. રાજકોટમાં હવેથી એર ઇન્ડિયાની ફ્લાઇટ્ પણ ઉડાન ભરશે. ૨૩મી જૂનથી રાજકોટ-મુંબઈ વચ્ચેની ફ્લાઇટ્ ઉડાન ભરશે. સરકાર દ્વારા ૩૦ જૂન સુધીનું સેડ્યુઅલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તા.૨૩/૨૫/૨૭ અને ૩૦ જુન એમ ૪ ફ્લાઇટ્ સાંજે ૪.૩૦ વાગ્યે આવશે રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More