રાજકોટ શહેર દેશમાં એક માત્ર રાજકોટ શહેરને ‘વન પ્લાનેટ સિટી ચેલેન્જ’ સ્પર્ધામાં ‘નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા’ નો એવોર્ડ એનાયત

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેર (World Wide Fund for Nature) ‘One Planet City Challenge અંતર્ગત ગ્લોબલ કક્ષાએ ફરી એક વખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા ૨૦૧૯-૨૦ નો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. આ અગાઉ પણ રાજકોટ શહેર વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ માં નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા એવોર્ડ મેળવી ચૂકેલ છે. ગ્લોબલ જરી દ્વારા માર્ચ મહિનામાં ભારતના ત્રણ શહેરો કોચી, નાગપુર અને રાજકોટની નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા ફાઇનલિસ્ટ તરીકે સિલેક્શન કરવામાં આવેલ છે. જેમાંથી રાજકોટ શહેર ફરી વખત નેશનલ સતત ત્રીજી વખત નેશનલ ગૌરવની બાબત છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment