રાજકોટ,
રાજકોટ શહેર તા.૧૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર દુધની ડેરી પાસે મનહરપરામાં મોલીન કુરેશી નામના વ્યક્તિ પર મોડીરાતના ફાયરિંગ થયું હતું. ઇમ્તિયાઝ રાઉમા અને તેના સાગરીતો મળી ૮ શખ્સોએ મોલીન કુરેશી પર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં હવામાં ફાયરિંગ કર્યા હતા. ઘટનાની જાણ થતા થોરાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને બે ભરેલા અને એક ખાલી કાર્ટીસ મળી આવ્યા હતા જે કબ્જે કર્યા હતા. આ બનાવમાં ૪ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોએ ૮ જેટલા વાહનોમાં તોડફોડ પણ કરી હતી. જો કે, સમગ્ર ઘટના C.C.T.V માં કેદ થઇ છે. જેમાં એક યુવાન ફાયરિંગ કરતો નજરે પડે છે. અને ધોકા-પાઇપ સાથે આ શખ્સો ધસી આવે છે. અને સોડા બોટલના છૂટા ઘા કરી રહ્યા છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ