જેતપુર, જેતપુર શહેરમાં છેલ્લા એક માસમાં દુષ્કર્મનો ત્રીજો બનાવ બનવા પામ્યો છે. જુનાગઢ રોડ પર રહેતા શ્રમીક પરિવારની સગીર પુત્રીને છરી બતાવી દુષ્કર્મ ગુજારનાર શખ્સને સમજાવવા જતાં બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.બનાવની વિગત એવી છે કે અત્રેના જુનાગઢ રોડ જલારામ મંદિર પાસે આવેલ ઝુપડામાં રહેતા શ્રમીક પરિવાર શનિવારે સાંજે જમવા બેઠા હતા ત્યારે તેમની સગીરવયની પુત્રી ચર્ચા કરતા તેમણે જણાવેલ કે તેની બાજુના ઝુપડામાં રહેતા બદુ હકુ વાઘેલાએ ત્રણકે માસ પહેલા છરી બતાવી મારી નાખવાની ધમકી આપી, દુષ્કર્મ ગુજારેલ જેથી આ બાબતે સગીરા તથા તેના માતા પિતા…
Read MoreMonth: June 2020
રાજકોટ શહેર જીલ્લા કલેકટર તંત્રની તમામ સેવાઓ આજથી સંપૂર્ણ અનલોક
રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોરોનાની મહામારીના કારણે લોકડાઉન અમલમાં હતું. આ દરમિયાન જનજીવનને ધબકતું રાખવા જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇમરજન્સી કામગીરીઓ ચાલતી હતી. કચેરીમાં પાસ, મંજૂરી આપવા સહિતની મુખ્યત્વે કામગીરીઓ કરવામાં આવી રહી હતી. હવે આ કામગીરી બંધ થતાં જિલ્લા કલેકટર કચેરી અને તેના હેઠળ આવતી કચેરીઓ આજથી વિધિવત શરૂ થઈ ગઈ છે. કલેકટર કચેરી, પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ, જનસેવા કેન્દ્રો, ઝોનલ ઓફિસો અને ઇ ધરા કેન્દ્રોમાં આજથી રૂટિન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં અરજદારો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના પર ખાસ ધ્યાન આપવામાં…
Read Moreરાજકોટ શહેર આગામી ૧૫ જૂન સુધી આવકવેરા વિભાગ કચેરી ખાતે ફરિયાદ નિવારણ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું
રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ એટલે સી.બી.ડી.ટી દ્વારા આગામી ૧૫ જૂન સુધી આવકવેરા વિભાગ કચેરી ખાતે ફરિયાદ નિવારણ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ૧૫ દિવસ દરમિયાન કોઈપણ કરદાતાઓ કે જેઓના જૂના અપીલના કેસો, વિવાદિત ડિમાન્ડની રકમ, ટીડીએસમાં અસામનતા, ભૂલ સુધારણા સહિતની અરજીઓનું નિરાકરણ લાવવામાં આવશે. જે માટે કરદાતાઓએ ઓનલાઈન અરજી કરવી પડશે. આ સમયગાળા દરમિયાન કરદાતાઓ આવકવેરા વિભાગના અધિકારીને પણ ઓનલાઈન માહિતી આપી શકશે. આવકવેરા વિભાગના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ૧લી જૂનથી ૧૫ જૂન સુધી ગ્રીવેન્સ રિડ્રેસલ સેલ ચાલુ રહેવાનું હોવાથી…
Read Moreરાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનેએ કચેરી બહાર બીલ ની હોળી કરી આવેદનપત્ર પાઠવ્યુ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વીજબીલની પઠાણી ઉઘારાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનોએ મેદાનમાં ઝંપલાવ્યુ છે. શહેર કોંગ્રેસના જસવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઇ અનડકટ અને રણજીતભાઇ મુંધવાની આગેવાનીમાં આદોલનના મંડાણ કરવામાં આવ્યા છે તે પૂર્વે ગરીબ પરિવારોને ૨૦૦ યુનીટની નીચે આવતું બીલ માફ કરવા માટે પીજીવીસીએલની વડી કચેરીએ જઇ અધિકારીને રૂબરૂ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનેએ કચેરી બહાર બીલ ની હોળી કરી આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં જણાવ્યું હતું કે લોકડાઉનને લીધે દેશ આર્થિક રીતે પડી ભાંગ્યો છે. ખાસ કરીને ગરીબ પરિવારો માટે…
Read Moreરાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા શ્રી જયદીપ જવેલર્સ માંથી ૨ દિવસ પહેલા ૪૨ હજારનો સોનાનો ચેઇન ચોરાઈ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા શ્રી.જયદીપ જવેલર્સ માંથી ૨ દિવસ પહેલા ૪૨ હજારનો સોનાનો ચેઇન ચોરાઈ ગયો હતો. ઘટનાની તપાસ કરતા આ ચોરી એક માતા અને પુત્ર દ્વારા કરવામાં આવી છે. મા દીકરો શો રૂમમાં ૩૧ મીએ શો રૂમમાં આવ્યા હતા. એક ચેઇન ખરીદ કર્યો હતો. અને બીજો નજર ચૂકવી ચોરી લીધો હતો. સી.સી.ટી.વી ફૂટેજ અને બાતમી પરથી ગુનો ડિટેકટ થયો હતો. હાલ પોલીસે મા-દીકરા બનેની ધરપકડ કરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરના બાળકની કિડનીએ અમદાવાદના ૧૭ વર્ષના તરૂણને નવજીવન આપ્યું
રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર બે વર્ષના બાળક વેદ ઝિંઝુવાડીયાનું બ્રેઇન ડેડ થતાં તેના ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યા હતા. જેમાં વેદની બે કિડની અને બે આંખોને ડોનેશન કરાઈ હતી. વેદની બંને કિડની અમદાવાદના ૧૭ વર્ષના તરૂણના શરીરમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. આથી રાજકોટમાં પ્રથમવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું છે. આજે સવારે ડોક્ટર પ્રાંજલ મોદી, ડોક્ટર દિવ્યેશ વિરોજા, ડોક્ટર સંકલ્પ વણઝારા સહિત તબીબોની ટીમે સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ૧૭ વર્ષના તરૂણ પર કિડની ટ્રાન્સપ્લાન્ટ થઇ છે. તેનું વજન માત્ર ૩૫ કિલો હતું. અને ઘણા સમયથી…
Read Moreરાજકોટ શહેર મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે વોંકળાઓની મુલાકાત લીધી
રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે શહેરના સેન્ટ્રલ ઝોનનાં વોર્ડનં.૨ માં આવેલ એરપોર્ટ ફાટક પાસે, સાંઢીયા પુલ, જામનગર રોડ, ભોમેશ્વરવાડી પાસે તથા વોર્ડનં.૩ માં આવેલ પોપટપરા રેલ્વે નાલા પાસે આવેલ વોંકળાઓની મુલાકાત લીધેલ હતી. ત્રણેય ઝોનનાં નાયબ કમિશનરઓ બી.જી.પ્રજાપતિ, એ.કે.સિંઘ અને સી.કે.નંદાણી, ત્રણેય ઝોનનાં સિટી એન્જી. એમ.આર.કામલીયા, એચ.યુ.દોઢિયા, કે.એસ.ગોહિલ, ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર તથા પી.એ.ટેક.ટુ કમિશનર રસિક રૈયાણી અને આસિ.મેનેજર (કમિશનર વિભાગ) એન.કે.રામાનુજ હાજર રહયા હતા. તેમજ કમિશનર દ્વારા વોંકળા સફાઇ તેમજ પ્રિ-મોન્સુન અન્વયેની જરૂરી કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.…
Read Moreરાજકોટ શહેરમાં વાઈનશોપ ખોલવામાં આવી, વાઇનશોપ શરૂ થતા જ લોકો ઊમટી પડ્યા….
રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૬.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આજથી રાજકોટ શહેરમાં વાઈનશોપ ખોલવામાં આવી છે. વાઇનશોપ શરૂ થતા જ લોકો ઊમટી પડ્યા છે. તેમજ આકરો તાપ હોવા છતાં પણ લોકોએ લાંબી લાઇન લગાવી છે. ત્યારે રાજકોટ જોવા મળ્યા પરમીટ ધારકો અસહ્ય તાપ જોયા વિના લાંબી લાઇન લગાવી જોવા મળ્યા. લોકડાઉનના અટલા દિવસો બાદ વાઈનશોપ ખુલતા પરમીત ધારકો ખુશખુશાલ થઈ ગયા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારના રૂખડીયાપરાના દંપતીને હેરોઇન સાથે ઝડપી પાડતી રાજકોટ શહેર S.O.G પોલીસ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હેરોઇનના સપ્લાય કરનાર શખ્સની ધરપકડ કરી છે. ભેરૈયા ગૌતમ મીણા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જંગલેશ્વરની કુખ્યાત મહિલા સલમા ઉર્ફે ચિનુડીને હેરોઇન સપ્લાય કર્યું હોવાનું આવ્યું હતું. ગયા મહિને સલમા ઉર્ફે ચીનુડી નામની મહિલા ૩૩ ગ્રામ હેરોઇન સાથે ઝડપાઇ હતી. મહિલા આરોપી પાસેથી ૩.૩૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ મહિલાની પૂછપરછ દરમિયાન ભેરૈયા ગૌતમ નામના શખ્સનું નામ ખુલ્યું હતું. આ શખ્સ રાજસ્થાનના સુતપુર ગામેં રહેતો હોવાનું ખુલ્યું હતું. જમશેદ નામનો મુખ્ય આરોપી ફરાર હોવાનું…
Read Moreરાજકોટ શહેરના કાલાવડ રોડ પર કેવલમ રેસીડેન્સીમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૬.૨૦૨૦ ના રોજ કોરોનાનો કહેર રાજકોટમાં યથાવત છે. રાજકોટ શહેરમાં આજે ફરી એક કેસ સામે આવ્યો છે. રાજકોટમાં સમરસ ક્વોરન્ટીન ફેસિલિટીમાંથી લેવાયેલ સેમ્પલમાંથી એક કેસ પોઝિટિવ નોંધાયો છે. રાજકોટના કાલાવડ રોડ પર કેવલમ રેસીડેન્સી રહેતી ૨૧ વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવી હતી. એ સિવાય પણ આજે ગ્રામ્યમાં એક કેસ નોંધાયો છે. જસદણના વીરનગર ગામમાં રહેતા ૫૦ વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ શહેરમાં ૮૪ અને ગ્રામ્યમાં ૩૩ મળી કુલ સંખ્યા ૧૧૭ થઇ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read More