ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અને રાજકોટ શહેર ભાજપના મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીનો આજે જન્મદિવસ

રાજકોટ, તા.૨૫.૪.૨૦૨૦ ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અને રાજકોટ શહેર ભાજપના મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીનો આજે જન્મદિવસ છે. આજે રાજકોટ સહિત રાજ્યભરમાંથી તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. અંજલીબેન રૂપાણી વિજયભાઇ રૂપાણીની જેમ જ તરુણવયથી સંઘ અને વિદ્યાર્થી પરિષદ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો ધરાવે છે. અને વિજયભાઇના જીવનને અનુલક્ષીને જો જોવામાં આવે તો વિજયભાઇની દરેક સફળતા પાછળ અંજલીબેન રૂપાણીનો ખાસ હાથ છે. અંજલીબેન રૂપાણી પુજીત રૂપાણી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તેઓ અખિલ ભારતીય વિઘાર્થી પરિષદના પ્રચારક તરીકે બે વર્ષ સુધી…

Read More

રાજકોટ શહેર જેલમાં રહેલા ૧૭૫ કેદીઓની સગા-સંબંધીઓએ વિડીયો કોલથી મુલાકાત કરી

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૪.૨૦૨૦ ના રોજ જેલમાં રહેલા કેદીઓને કોરોનાનો ચેપ ન લાગે તે માટે જેલમાં નવા આવતા કેદીઓનું જરૂરી મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ જ જેલમાં એન્ટ્રી આપવામાં આવે છે. અને જેલમાં રહેલા કેદીઓની લોકડાઉન દરમિયાન તેમના ૧૭૫ જેટલા સગા-સંબંધીઓએ મુલાકાત કરી હોવાનું અને જેલમાં રહેલા કેદીઓએ અત્યાર સુધીમાં ૩૮ હજાર માસ્ક તૈયાર કરી કોરોના દરમિયાન લોકોને મદદરૂપ બન્યા હોવાનું જેલ સુપ્રિટેન્ડન્ટ બન્નો જોષીએ જણાવ્યું તેમજ જેલના સ્ટાફ માટે પણ સેનેટાઇઝર મશીન મુકવામાં આવ્યાનું કહ્યું હતું. કોરોનાના સક્રમિતથી બચવા માટે કેદીઓને મળવા આવતા તેમના સગા-સંબંધીઓને જેલ તંત્ર દ્વારા થઇ મીટીંગની…

Read More

રાજકોટ શહેર મોરબી રોડ બેડી માર્કેટીંગ યાર્ડના કપાસ વિભાગમાં અચાનક લાગી આગ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૪.૨૦૨૦ ના છેવાડે આવેલા નવા બેડી માર્કેટીંગ યાર્ડના કપાસ વિભાગમાં આજરોજ સવારે એકા એક કપાસના ઢગલામાં આગ લાગતા ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પાણીના મારાના પગલે અને આગના હિસાબે અંદાજે ૮ થી ૧૦ લાખની કિંમતનો ૯.૫૦ મણ જેટલો કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાનું જાણવા મળ્યુ હતું. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલા બેડી માર્કેટીંગ યાર્ડમાં કપાસના ઢગલામાં આગ લાગતા મોરબી રોડ પરના નડિયાપરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.…

Read More

ડેડીયાપાડામાં મેડિકલ ઓફિસર ફાલ્ગુની તબિયત સારી થતા રજા અપાઈ

ડેડીયાપાડા, નર્મદા જિલ્લામાં પોઝિટિવ કેસોમા મેડિકલ ઓફિસર ડેડીયાપાડા ની મેડિકલ ઓફિસર ડો. ફાલ્ગુનીની તબિયત સીરીયસ જણાતા જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર વધુ સારવાર અર્થે દાખલ કરાયા હતા. જયા તેની સઘન સારવાર કરાવતા તેની તબિયતમાં સુધાર આવી હતી અને આજે સંપૂર્ણ સાજી થઇ જતા તેને અંકલેશ્વર હોસ્પિટલ માથી રજા આપવામા આવી હતી. આમ નર્મદા ના 12પોઝિટિવ કેસો પૈકી પ્રથમ કેસ સારો થયા ની સત્તાવાર હકીકત એપેડેમિક ઓફિસર ડો .કશ્યપે જણાવ્યુ .

Read More

ખંભાળિયા તાલુકાના સોઢા તરઘડી અને કાઠી દેવરિયા ગામ માં ASI બી.કે.ચાવડા અને દેવરાજભાઇ પંડતની પ્રસંસનીય કામગીરી

જામખંભાળિયા,             દેવભૂમિ દ્વારકા ના ખંભાળિયા તાલુકા ના સોઢા તરઘડી અને કાઠી દેવરિયા ગામ માં ASI બી.કે.ચાવડા અને દેવરાજભાઇ પંડત ની પ્રસંસનીય કામગીરીને સાથે  સુંદર રીતે ફરજ બજાવે છે એ બદલ ASI બી.કે.ચાવડા ને દેવભૂમિ દ્વારકા અને જામખંભાળીયા નાં તમામ લોકો વતી ખુબ ખુબ આભાર માનવામાં આવે છે.   રિપોર્ટર : નરેન્દ્ર્સિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા 

Read More

લોકડાઉન બાદ જામનગર રેલ્વે સ્ટેશન ફરી ધમધમશે – તંત્રએ કરી પૂર્વ તૈયારી

જામનગર,  રેલ્વે સ્ટેશન મા સાફ સફાઈ સાથે બે થી ત્રણ મીટર ના અંતરે ગોલ સર્કલ કરવામાં આવી રહ્યા હતા. આ સર્કલ રેલ્વે સ્ટેશન ના બહાર થી અંદર સુધી કરવામાં આવેલ હતું અને મનોજ કુમાર બહેરા ( રેલ્વે સ્ટેશન-સુપ્રિટેંડેંટ) ના જણાવ્યા મુજબ એવા હજી સુધી કોઈ ઉપર આદેશ આપ્યો નથી કે ત્રણ મે ના લોકડાઉન પછી રેલ્વે વ્યવહાર ચાલુ થાય, પરંતુ તૈયારીના ભાગ સ્વરૂપે છે. સાથે આ સર્કલ કાર પાર્કિંગ મા અને સ્કુટર પાર્કિંગ મા પણ અમલ કરવામાં આવશે. ગોળ સર્કલ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કરવામાં આવશે અને જ્યારે પણ પેસેન્જર…

Read More

રાજકોટ શહેર જીલ્લાના અંદાજે ૧ર૦૦ જેટલા કારખાના અને બીલ્ડીંગ સાઇટો શરૂ કરવા કલેકટરે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે

રાજકોટ, રાજકોટ શહેર તા.ર૩.૪.૨૦૨૦ ના લોકડાઉનમાંથી શહેર બહારની બીલ્ડીંગ સાઇટો અને કારખાનાઓને ચાલુ કરવા માટે હાલ મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જીલ્લાના અંદાજે ૧ર૦૦ જેટલા કારખાના અને બીલ્ડીંગ સાઇટો શરૂ કરવા કલેકટરે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે કલેકટર તંત્રએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લાના શાપર-વેરાવળ, મેટોડા, હડમતાળા, કુવાડવા, બામણબોર વગેરે સ્થળોએ આવેલા અંદાજે ૧ર૦૦ જેટલા કારખાનાઓ અને બીલ્ડીંગ સાઇટોનું કામ ચાલુ કરવા મંજૂરી આપી દેવાઇ છે. આમ કારખાનાઓ શરૂ કરવા મંજૂરી મળતા આજે ગોંડલ, અમદાવાદ, કાલાવડ રોડ વગેરે હાઇ-વે ઉપર ઉદ્યોગોની કાર-બસ, ટ્રક સહિતના…

Read More

રાજકોટ શહેરમાં વાઇન શોપ ખોલવા પૂર્વ સાંસદ રામજી માવાણીએ CMને પ્રાર્થના પત્ર લખ્યો

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના વાઇન શોપ ખોલવા માટે પૂર્વ સાંસદ રામજી માવાણી અને રમાબેન માવાણીએ મુખ્યમંત્રીને પ્રાર્થના પત્ર લખ્યો છે. પત્રમાં આરોગ્ય સુખાકારી માટે વાઇન શોપ ખોલવા મંજૂરી આપવા માંગ કરી છે. ગેરકાયદેસર દારૂનું વેચાણ વધ્યાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પરમીટ ધારકો માટે દારૂ એ દવા છે. તેવો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પરમીટ ધારકો આપઘાત કરવા લાગ્યાનો પણ પત્રમાં લખવામાં આવ્યું છે. હેલ્થ માટે જે લોકોને પરમીટ આપવામાં આવી છે. તેની હાલત નાજુકનો પણ ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. હેલ્થ પર પરમીટ મળે છે. તે દારૂ પીવાવાળા…

Read More

રાજકોટ શહેર વાસીઓ માટે સારા સમાચાર સૌની યોજના મારફત હાલ રાજકોટના બે ડેમો આવી રહ્યા છે ભરવામાં

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના રોજ આજીડેમ બાદ ન્યારી ડેમની સપાટીમાં વધારો. સૌની યોજના મારફત હાલ રાજકોટના બે ડેમો આવી રહ્યા છે ભરવામાં. હાલ આજીડેમની સપાટી ૨૯ ફૂટ માંથી ૨૭ ફૂટ પર પહોંચી ગઈ છે. આજીડેમ બાદ ન્યારી ડેમની સપાટી ૨૫ ફૂટ માંથી ૧૮ ફૂટ પર પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં જ રાજકોટના બને ડેમો ભરાઇ જશે પાણીથી છલોછલ. આ વર્ષે રાજકોટ શહેર વાસીઓને ઉનાળામાં નહીં ભોગવવી પડે પાણીની સમસ્યા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં જંગલેશ્વરના ૧૬ વર્ષનો તરૂણ કોરોનાની ઝપેટમાં, ૪૨ કોરોનાગ્રસ્ત

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ છેલ્લા ૩૪ દિવસમાં કુલ ૧૫૦૦થી વધુ પણ કોરોનાના સેમ્પલ મેળવી લેબોરેટરીમાં પરિક્ષણ કરવાં માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધી કુલ ૪૨ દર્દીઓ કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. જેમાં ગઈ કાલે લીધેલા ૬૨ સેમ્પલમાંથી જંગલેશ્વરના ૧૬ વર્ષના તરૂણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ રાજકોટ શહેરમાં કુલ ૪૧ અને ગ્રામ્યમાં ૧ પોઝિટિવ સાથે રાજકોટના ૪૨ દર્દીઓને કોરોના પોઝિટિવ નોંધાયો છે. ગઈ કાલે લીધેલા ૬૨ સેમ્પલમાંથી ૪૫ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અને હજુ ૧૬ નમુનાઓનું પરિક્ષણની રાહ છે. કોરોનામાં સૌથી વધુ કેસ જંગલેશ્વર વિસ્તારના નોંધાતા…

Read More