કેશોદ નગર પાલિકા પ્રમુખ દ્વારા સામાન્ય જનરલ બોર્ડ ઘણા સમય થી નહિ બોલાવતા આપાયું આવેદન

કેશોદ નગરપાલિકા ની છેલ્લી ટર્મ માં ઘણાજ વાદ અને વિવાદો જેવાકે રોડ રસ્તા ના કામો માં થતો ભ્રષ્ટાચાર . મજૂર મંડળી માં ઉચાપતનીવાતો . રોશની માં LED ની કમી.કાયમી ડહોળું પાણી આવવું. પાલિકા દ્વારા મૂકવામાં આવેલી કચરાપેટીઓ માં થયેલો ભ્રષ્ટાચાર કેશોદ સાફ-સફાઈ ના કામો માં અણ આવડત વગેરે મુદ્દાઓને લઈને છેલ્લા દોઢેક વર્ષ થી ચર્ચામાં રહેલ છે ત્યારે તે બધી બાબતો માં કેશોદ શહેર કોંગ્રેસ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કેશોદ શહેર ની જનતા ના હિત માટે કોઈપણ જાતનું નક્કર પરિણામ મળેલ નથી આ બધી બાબતોમાં વિશેષ વાત કરીએ તો કેશોદ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા તારીખ 1-3-2019 થી રોજ બોર્ડ બોલાવેલ ત્યાર બાદ આશરે ૧૦ મહિના થવા છતાં પણ હજુ સુધી જનરલ બોલાવવામાં આવેલ નથી કેશોદ શહેરના વિકાસ માટે થઈ અને નગરપાલિકાના નિયમો મુજબ એક વર્ષ દરમિયાન ચાર બોર્ડ હોય છે આશરે ૯૦ દિવસ માં કેશોદ શહેર ની ઊંચાઇ ઉપર લઇ જવા માટે એક બોર્ડ બોલાવી તેમાં ચર્ચા વિચારણા કરી અને દરેક વોર્ડમાં સારા કાર્યો થાય તે માટે કેશોદ વોર્ડ ના સદસ્યશ્રીઓ ચર્ચા કરતાં હોય છે પરંતુ કેશોદ નગરપાલિકાના પ્રમુખશ્રી ની અણ આવડત તેમજ ભ્રષ્ટાચારી વૃત્તિના કારણે અને ભાજપના સદસ્યશ્રીઓ પ્રમુખ તરફી અશતોષ ના કારણે છેલ્લા એક વર્ષથી જનરલ બોર્ડ બોલાવવામાં આવેલ નથી જેથી જૂનાગઢ જિલ્લામાંથી કેશોદ અને અગ્નિ સામક સેવા ફાયર સર્વિસ સેન્ટર આપવા ની દરખાસ્ત સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે તે દરખાસ્ત તારીખ 28 11 2019 સુધીમાં બોર્ડ બોલાવીને સહમતી આપી ઠરાવ કરવામાં આવેલ સરકારશ્રીને મોકલવાનો હતો છતાં પણ પ્રમુખશ્રીની નિષ્ફળતાથી આજે ઘણા વર્ષો પછી સર્ક્યુલેશન ઠરાવ કરવાની ફરજ પડે છે આ સર્ક્યુલેશન ઠરાવ માં કેશોદના હિતને ધ્યાનમાં રાખી ભાજપ-કોંગ્રેસના તમામ સદસ્યશ્રીઓ એ સહમતી આપી પોતાનો મત રજૂ કર્યો છે આવા સર્ક્યુલેશન ઠરાવો કોઈ આકસ્મિક કાર્યો માટે જો કરવાના થતા હોય પરંતુ કેશોદ નગરપાલિકામાં આવી જ ઘટના બની ગયેલ છે જે નિંદનીય છે તો આ બાબતે જનરલ બોર્ડ બોલાવવામાં આવે તેઓ કોંગ્રેસ પરિવાર દ્વારા એક સૂચન કરાયું અને વહેલી તકે આ કાર્ય તમામ વેગવંતા બને તેવું પણ કોંગ્રેસ પરિવાર દ્વારા જણાવવામાં આવેલું હતું

 

જગદીશ યાદવ જૂનાગઢ

Related posts

Leave a Comment