ઇડિયો પેથીક હાઇપર ટ્રોફિક સ્પાઈનલ પેચી, દર્દીનું સફળતાપૂર્વક ઓપરેશન કરી ગોકુલ હોસ્પિટલના નામ માં વધારો કર્યો

રાજકોટ,

તા.૩૧/૮/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રહેતા એક દર્દીને છેલ્લા ૧ મહિનાથી કમરના દુખાવાની તથા ચાલવામાં તકલીફ રહેતી હતી. છેલ્લા ૩-૪ દિવસથી લેટ્રીન અને પેશાબ કરવામાં પણ તકલીફ થતી હતી. તેમણે ગોકુલ હોસ્પિટલના ન્યુરો અને સ્પાઇન સર્જન ડોક્ટર જીગરસિંહ જાડેજાને આ તકલીફ માટે બતાવતા ડોક્ટર જાડેજાએ M.R.I કરવાની સલાહ આપી હતી. M.R.I ના રિપોર્ટમાં જવલ્લે જ જોવા મળતી કરોડરજ્જુની આસપાસ એક ગાંઠ જોવા મળી હતી. ડોક્ટર જીગરસિંહ જાડેજા આ ઞાઠનું ઓપરેશન કરવાની સલાહ આપી હતી. :

અને દર્દીની મંજૂરી મળતા આ ગાંઠ કાઢી નાખી હતી. અને ઞાઠને બાયોપ્સી માટે મોકલતા I.H.S.P એટલે કે ઇડિયો પેથીક હાઇપર ટ્રોફિક સ્પાઈનલ પેચી મીનેંજાઇટીસનુ નિદાન થયું હતું. ઓપરેશન બાદ માત્ર એક અઠવાડિયામાં દર્દી સ્વસ્થ થઇ ગયા છે. અને તેમની પહેલાંની તમામ તકલીફો દૂર થઇ ગઇ છે. આ પ્રકારની સફળતાપૂર્વકની સર્જરી માટે દર્દી તથા તેમના સગા સંબંધીઓએ ડોક્ટર જીગરસિંહ જાડેજા અને ગોકુલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો ખુબ આભાર વ્યક્ત કર્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment