રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસ બેકાબૂ થઇ રહ્યા છે. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિને રાજકોટની મુલાકાત કરવાની ફરજ પડી

રાજકોટ,

તા.૩૧/૮/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલ તરફથી દર્દીઓને અઢળક રકમના બિલ આપવામાં આવે છે. તેની સામે સરકારે લાલ આંખ કરી છે. સરકારી ગાઇડલાઇનનું પાલન ન કરીને જે હોસ્પિટલો વધુ રૂપિયા વસૂલે છે. તેની સામે હવે સરકાર કાર્યવાહી કરશે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ ખાનગી હોસ્પિટલોને દર્દીઓ પાસેથી તોતિંગ રૂપિયા ન વસૂલવા માટે ચેતવણી આપી છે. કોરોના સંક્રમણને લઇને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે ૫ સિનિયર ડોક્ટરોને રાજકોટ મોકલવામાં આવ્યા છે. એક સપ્તાહ સુધી તેઓ હોસ્પિટલોનું મોનિટરીંગ કરશે અને આ સાથે જ રાજકોટમાં નવા ૨૦૦ બેડની સુવિધા વધારવા માટે સૂચના આપવામાં આવી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment