રાજકોટ શહેર કોરોના મહામારીમાં ગુરૂદેવ રણછોડદાસજી બાપુએ સૂચવેલો અમૃતધારા પ્રયોગો અકસીર સાબિત થઇ શકે છે

રાજકોટ,

તા.૩૧/૮/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રણછોડદાસજી મહારાજ, સમાજ-સેવા-આધ્યાત્મિકતા સાથે આયુર્વેદ અંગે પણ અનન્ય પ્રયોગો આપ્યા છે. વર્તમાન કોરોના મહામારીમાં ગુરૂદેવ રણછોડદાસજી બાપુએ સૂચવેલો અમૃતધારા પ્રયોગો અકસીર સાબિત થઇ શકે છે. આ પ્રયોગ માટે કપૂર (રાસ કે ભીમસેની), મેંથોલ (પીપરમેન્ટ), અજમાના ફૂલ (થાયમોલ) સરખે ભાગે જરૂર મુજબ ૫૦/૧૦૦/૨૫૦ ગ્રામ ત્રણે વસ્તુ ભેગી કરવાથી ૨૪ કલાકમાં આપોઆપ પ્રવાહી બની જાય છે. અને તે અમૃતધારા તરીકે ઓળખાય છે. આ ઔષધ એરટાઇટ બોટલમાં રાખવામાં આવે છે. કફ-શરદી વગેરે માટે અમૃતધારા ઉત્તમ છે.

આ અમૃતધારા ઉલટી-ઝાડા-તાવ-શરદી-ખાંસી,માથાનો દુઃખાવો, પેટના રોગ, આફરો, મંદાગ્નિ, એસીડીટી તથા દાંતના રોગ, પાયોરીયા, મોઢામાં પરૂ, હાલતા હોય તેમજ દુખતા દાંત, મોની દુર્ગંધ, વાયુ-સાંધાના દુખાવા, રકત વિકાર, કફ, દમ, કાનનો દુખાવો, પરૂ નીકળવા,જંતુના ડંખ વગેરેમાં અમૃતધારા ઉપયોગી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment