ગીર સોમનાથ,
તા. 24/8/2020 ના રોજ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની આગેવાની હેઠળ જૂનાગઢ જિલ્લા ની ચોરવાડ નગરપાલિકા માં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી માં પ્રમુખ તરીકે જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા તેમજ ઉપપ્રમુખ તરીકે ભીખાભાઇ પંડિત નો તેમજ કોંગ્રેસ પક્ષ નો ભવ્ય વિજય થતા આજ રોજ વેરાવળ ખાતે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નું ગીર સોમનાથ જિલ્લા ના કોંગ્રેસ પક્ષ ના યુવા નેતા તેમજ RJAICC ગીર સોમનાથ જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ તેમજ મહામંત્રી વેરાવળ પાટણ શહેર પ્રવીણ ભાઈ ગઢિયા (પ્રેમ) દ્વારા ગુલદસ્તો આપી ને ભવ્ય સન્માન કર્યું તેમજ શુભકામનાઓ પાઠવેલ.
રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ