MSME, સ્ટાર્ટ-અપ્સ અને બ્લૂ ઇકોનોમીને મળશે પ્રોત્સાહન

હિન્દ ન્યુઝ, સુરત

     કચ્છ-સૌરાષ્ટ્ર ખાતેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દ્વારા ઉદ્યોગ, રોકાણ અને રોજગારને વેગ આપવા ભવ્ય કાર્યક્રમોનું આયોજન; 19 ડિસેમ્બરથી પોરબંદર, દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં VGRC અંતર્ગત યોજાશે સેમિનાર, MoU સાઇનિંગ અને “સશકત નારી મેળા” અને પ્રદર્શનો યોજાશે.

ઉલ્લેખનીય છે કે, આ તમામ જિલ્લાસ્તરીય કાર્યક્રમોમાં સફળ ઉદ્યોગકારોના અનુભવ અંગેનો સંવાદ, MOU સાઇનિંગ, ચેક વિતરણ, સ્ટાર્ટ-અપ અને MSMEs માટે ઉપયોગી સેમિનારો તેમજ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. VGRC અંતર્ગત આયોજિત આ પહેલ સરકાર, ઉદ્યોગો અને રોકાણકારો વચ્ચે સંવાદ વધુ મજબૂત બનાવી “વિકસિત ગુજરાત @2047”ના વિઝનને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.

Related posts

Leave a Comment