હિન્દ ન્યુઝ, અમદાવાદ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્હસ્તે અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘ખાખી ભવન’, એડીઆર-શિલ્ડ, બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ, અભયયાત્રી પ્રોજેક્ટ, અસલાલી વિભાગીય પોલીસ અધિકારી કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે આવનાર પોલીસ ભરતીની તૈયારીઓ કરનારા યુવાનો માટે સમગ્ર રાજ્યના પોલીસ ગ્રાઉન્ડ તેમજ એસ.આર.પી ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસમાંથી ઉમદા કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન કરાયું તેમજ ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત નાગરિકોના નાણાં-ઘરેણાં પરત કરાયા.
સાઇબર ક્રાઇમને ડામવા મ્યુલ અકાઉન્ટ પર ગુજરાત પોલીસની ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક, માત્ર 9 દિવસમાં 508 ગુનાઓ દાખલ કરીને 423 આરોપીઓને પકડી લેવાયા : નાયબ મુખ્યમંત્રી
