ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના 26 ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ

હિન્દ ન્યુઝ, દાહોદ

    દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા મથકે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન કુલ 26 લાભાર્થીઓના કુટુંબ નિયોજનના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરવર બારીયા દ્વારા તમામ લાભાર્થીઓની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે લાભાર્થીઓના આરોગ્ય વિશે જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

Related posts

Leave a Comment