કચ્છ શાખા નહેરની સાંકળ ૧૫૭.૦૧૫ કિ.મી પર આવેલ કેનાલ બ્રિજ MDRB પરથી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ 

     કચ્છ શાખા નહેરની સાંકળ ૧૫૭.૦૧૫ કિ.મી પર કેનાલ બ્રિજ MDRB આવેલ છે, જે કણખોઇ, તા. ભચાઉ થી કુડા તાલુકો રાપર તરફ જતો રસ્તો (એકલ માતા મંદિરથી ભરૂડીયા ગામ તરફનો રસ્તો) છે. હાલ આ બ્રિજ પરથી નાના-મોટા વાહનો તથા હેવી ઓવર લોડેડ ડમ્પર વગેરે પસાર થાય છે. જેના લીધે બ્રિજના સ્લેબ ઉપર wearing courseમાં નુકશાની થયેલ છે તથા બંને Expansion joint માં ડેમેજ થયેલ છે. જેના લીધે ભવિષ્યમાં કોઇ અકસ્માત કે મોટી જાનહાની ન થાય તે માટે બ્રિજ પરથી તમામ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે જાહેર કરાયું છે. તા.૧૦/૦૩/૨૦૨૬ સુધીના સમયગાળા માટે કણખોઇ તા. ભચાઉ થી કુડા તા.રાપર તરફ જતા રસ્તા( એકલ માતા મંદિરથી ભરૂડીયા યામ તરફનો રસ્તો) વચ્ચે કચ્છ શાખા નહેરની સાંકળ ૧૫૭.૦૧૫ કિ.મી પર આવેલ કેનાલ બ્રિજ MDRB પરથી તમામ વાહનો અવર-જવર કરી શકશે નહી. વૈકલ્પિક માર્ગ તરીકે શાખા નહેર પર આવેલ બ્રિજની સાંકળ ૧૫૫.૯૯૩ કિ.મી તથા બ્રિજની સાંકળ ૧૫૮.૧૦૪ કિ.મી પરથી વાહનો અવર-જવર કરી શકશે.

Related posts

Leave a Comment