હિન્દ ન્યુઝ, ડાંગ
હાયર એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત તથા KCG અમદાવાદ દ્વારા કેમ્બ્રિજ અંગ્રેજી પરીક્ષા જે નોકરી માટે મદદરૂપ થાય તેમજ એજ્યુકેશનનો લેવલને સુધારવા માટે સ્કોપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે.
જેમાં કેબ્રીજ યુનિવર્સિટીના સિલેબસ મુજબ A ગ્રેડ થી C1 લેવલ સુધી ગ્રેડ મળેલ હોય તેને નોકરી માટે લાયક ગણવામાં આવે છે અથવા તો વિદેશ જવા માટે લાયક ગણવામાં આવે છે. સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ આહવા ડાંગ છેલ્લા બે વર્ષથી લેવાયેલ સ્કોપ પરીક્ષામાં ૧૦૦% વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અને પરિણામ પ્રાપ્ત કરેલ છે.
ઉલ્લેખનીય છે કે, આ કોલેજ આદિવાસી વિસ્તારમાં હોવા છતાં, અહિં વિદ્યાર્થીઓના પાસ થવાનો રેશીઓ ૧૦૦% રહયો છે તેમજ ફર્સ્ટ રેન્ક લાવવાના કારણે KCG અમદાવાદ ખાતે પ્રિન્સીપાલ ડૉ. યુ. કે. ગાંગુર્ડે અને સ્કોપ કોઅરડીનેટર ડૉ. સિદ્ધાર્થ શ્રીહરી મસ્કે બંનેને KCG અમદાવાદ તરફથી પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવેલ છે. અને સાથે જ કોલેજને શિલ્ડ પણ એનાયત કરવામાં આવેલ છે.
સાઉથ ગુજરાત ઝોનની તમામ સરકારી કોલેજોમાં આ એક જ એવી કોલેજ છે કે જે સતત બે વર્ષથી ફર્સ્ટ રેંક પ્રાપ્ત કરી નામના મેળવી છે. જેની શુભેચ્છા KCG અમદાવાદ તરફથી આપવામાં આવી છે. તેમ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ આહવાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
