તાજેતરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાવનગરના પોલીસ કર્મીઓના પરિવારજનો સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર

તાજેતરમાં દિલ્હીથી ઘરફોડ ચોરીના આરોપીને લઇને પરત આવી રહેલા ભાવનગરના પોલીસ કર્મીઓને જયપુર પાસે નડેલા માર્ગ અકસ્માતમાં ચાર પોલીસ કર્મીઓનું આકસ્મિક મૃત્યુ થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે બપોરે આ મૃત્યુ પામેલાં દિવંગત શક્તિસિંહ ગોહિલના પિતા સાથે અને મનસુખભાઈના ભાઈ સાથે ટેલિફોનિક વાત કરી દુઃખની આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની સાથે છે તેમ જણાવી સાંત્વના પાઠવી હતી. રાજ્ય સરકાર તથા પોલીસ તંત્ર દ્વારા જરૂરી તમામ સહાય મદદની ખાત્રી પણ તેમણે દેવંગતોના પરિવારજનોને આપી હતી. આ વેળાએ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment