ડભોઇ,
ડભોઈ મતવિસ્તારમાં આવેલ નડા વસાહત -૧ અને -૨, થરવાસા વસાહત અને આજુબાજુના વિસ્તારમાં કેવડિયા કોલોની સુધી જતી નવી નખાઇ રહેલી રેલ્વે લાઈનના કારણે ચોમાસાના સમયમાં વરસાદી પાણી ભરાય જવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલ્વેના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર ,ચીફ ઑફિસર, નાયબ કલેકટર, મામલતદાર, પી.ડબલ્યુ.ડીના અધિકારીઓ, નર્મદા કેનાલના અધિકારીઓ પોલીસ અધિકારી અને રાજ્ય સરકાર ના જવાબદાર તમામ અધિકારીઓ, સાથે રાખીને વિસ્તારનું નિરીક્ષણ કર્યું. મોટાભાગની કામગીરી પુરી થઈ ગઈ છે. ધરતીપુત્રોના પાકને નુકશાન ન થાય તે માટે જલ્દીથી વરસાદી પાણી ના નિકાલ કરવા માટે અધિકારીઓને સૂચના આપી.
રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ