ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ગામે વોર્ડ નંબર ૨ માં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરીજનો નાં આરોગ્યને ધ્યાને લઇ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી

ગીર સોમનાથ,

શહેરીજનો રોડ રસ્તા ગટર સર્ટીટ લાઈટો ની સુવિધાઓ થીં વંચિત
હાઉસ ટેક્ષ શિ.ઉપકર સફાઈવેરો દિવા બતી વેરો જેવા અનેક વેરાઓના નામે લાખો રૂપિયા ઉધરાવતી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરીજનો ને પાયાની સુવિધાઓ થીં વંચિત રાખવામાં આવ્યા છે. શહેરીજનો કોપોરેટરો સામાજિક કાર્યકરો દ્વારા અનેકવાર લેખીત તથા મોખિક રજુઆત કરવામાં આવેછે તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નથી.

સાવરજનિક પ્લોટમાં ગંદકી થી પરેશાન લોકો નું સ્વાસ્થ્ય જોખમમાં શહેરીજનો ના હક અને અધિકારો માટે અને નાના બાળકોનાં સ્વાસ્થ્ય જોખમમાં ન મુકાય તે માટે તાત્કાલિક ધોરણે આપના માધ્યમથી જરૂર આ સ્થળે પહોંચી અને નગરપાલિકાની શરમજનક કામગીરીને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવી જોઇએ તેવી પ્રભાસ પાટણ ની જનતા માથી ચર્ચાઓ થાઇ છે.

રિપોર્ટર : હારુન કાલાવત, ગીર સોમનાથ

Related posts

Leave a Comment