ભાભર ની દેના બેંક માં બહાર લાઈનો માં સોશિયલ ડિસ્ટન્ટ ના ધજાગરા…

ભાભર,

કોરોના ની મહામારી એ દેશ ભર માં હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવા માં આવી છે.  જેમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્ટ નું પાલન કરવા માટે સરકાર કડકાઈ થી પાલન પણ કરાવી રહી છે તેમજ માસ્ક વિના જણાય તો 1000 રૂ દંડ વશુલ પણ કરવામાં આવે છે તેમજ દુકાનદારો મોલ ઓફિસો માં ફરજિયાત સોશિયલ ડિસ્ટન્ટ નું પાલન કરવું.  જે પણ સોશિયલ ડિસ્ટન્ટ નો પાલન ન કરતા હોય તેના પર કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે ભાભર મુકામે જાણે કોરોના નો કોઈ ડર જ ન હોય તેમ ભાભર દેના બેંક ની બહાર લોકો ની લાબી લાઈનો જોવા મળી હતી જેમાં સોશીયલ ડિસ્ટન્ટ નો અભાવ જોવા મળ્યો હતો બેંક નો સિક્યુર્ટી ગાર્ડ ખુરશી પર આરામ થી બેસી રહ્યો છે લોકો નું ટોળું ભગવાન ભરોશે લાઈન માં ઉભુ જોવા મળ્યું હતું.
સરકારી બેંક બહાર આ રીતે કાયદાનું પાલન કર્યા વિના લોકો લાઈનમાં ટોળા સાથે ઉભા હોય અનેક લોકોમાં ખચકાટ અનુભવ્યો હતો અમુક લોકો તો કોરોના ના ડર ના કારણે કામ શિવાય ઘર ની બહાર પણ નથી નીકળતા તેમજ જો બહાર કામ થી જવાનું થાય તો માસ્ક નો ફરજિયાત ઉપયોગ કરી ને બહાર નીકળતા હોય છે પરંતુ બેંક નું કામ હોય ને તે લોકો આ ટોળું જોઈ ખચકાટ ની લાગણી અનુભવી ના છૂટકે લાઈન માં પણ ઉભુ રહેવું પડે છે.  એક તરફ કોરોના નું સંક્રમણ ના ફેલાય તે હેતુસર સરકાર દ્વારા નિયમો બનાવી સોશિયલ ભંગ થાય તેવી દુકાનો દારો તેમજ મોટા શોપિંગ મોલ પર કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આ દરમિયાન ભાભર દેના બેંકની બહાર પણ સોશિયલ ડિસ્ટન્ટ ના જોવા મળ્યો હતો.

તો શું બેંક ના વ્યવસ્થાપક પર કાર્યવાહી કેમ નહિ તેવા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે ?
શું કાયદો ફક્ત વેપારીઓ માટે જ છે ?

શું ભાભર ની દેના બેંક ની બહાર લાઈનો માં કોરોના સંક્રમણ નથી ફેલાતું ?

ભાભર ની દેના બેંક બહાર લાઈનો ને સોશિયલ ડિસ્ટન્ટ નું પાલન કોણ કરાવશે ?

રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment