હિન્દ ન્યુઝ, ખેડા
આ નવતર અભિગમ હેઠળ ગામના દૂધ ઉત્પાદક જ્યારે ડેરી પર દૂધ જમા કરાવવા આવે ત્યારે સ્વેચ્છાએ આંગણવાડીના બાળકો માટે ખાસ રાખવામાં આવેલ ‘આશીર્વાદ પાત્ર’માં દરરોજ દૂધનું દાન કરે છે; અત્યાર સુધીમાં કુલ 2930.85 લિટર દૂધનું દાન એકત્રિત કરાયું.
આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 305 જેટલી દૂધ મંડળીઓને આહ્વાન કરાયું; દરરોજ 3000થી વધુ બાળકોને મળી રહ્યો છે લાભ.
