હિન્દ ન્યુઝ, આંકલાવ
સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ
આ છે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’! 🇮🇳 જ્યાં હૃદય મળે છે, ત્યાં અંતર મટી જાય છે.
પશ્ચિમ બંગાળના પદયાત્રીઓ જ્યારે આંકલાવ ગામના પ્રવેશદ્વારે, સ્થાનિક કલાકારો સાથે પોતાના જ ગીતો પર મન મૂકીને ઝૂમ્યા, ત્યારે આંકલાવ ગામની ધરતી પર જાણે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ એક થઈ ગઈ!
પગમાં થાક નહીં, પણ હૃદયમાં દેશ માટે પ્રેમ અને સંગઠિત ભારતનો ઉત્સાહ છે. દરેક ડગલું એકતાનું પ્રતીક છે. આ જ તો છે આપણી રાષ્ટ્રીયતાની શક્તિ!
